નીતિવચનો
૨૫ યહૂદાના રાજા હિઝકિયાના+ માણસોએ નકલ કરેલાં* સુલેમાનનાં બીજાં નીતિવચનો:*+
૨ કોઈ વાતને ગુપ્ત રાખવામાં ઈશ્વરનો મહિમા છે+
અને કોઈ વાતને શોધી કાઢવામાં રાજાઓનું ગૌરવ છે.
૩ જેમ આકાશોની ઊંચાઈ અને પૃથ્વીની ઊંડાઈ માપી શકાતી નથી,
તેમ રાજાઓના દિલમાં શું છે એ જાણી શકાતું નથી.
૪ જ્યારે ચાંદીમાંથી અશુદ્ધિ દૂર થાય છે,
ત્યારે એ પૂરી રીતે શુદ્ધ થઈ જાય છે.+
૫ રાજા આગળથી દુષ્ટ માણસને દૂર કર
અને તેની રાજગાદી ન્યાયના પાયા પર સ્થિર રહેશે.+
૭ અધિકારી આગળ રાજા તારું અપમાન કરે એના કરતાં,+
તે તને કહે કે “અહીં ઉપર આવીને બેસ,” એ વધારે સારું.
૮ પડોશી પર મુકદ્દમો કરવામાં ઉતાવળ ન કર.
તે તને જૂઠો સાબિત કરશે તો તું શું કરીશ?+
૯ તારા પડોશી સાથે તું ભલે વાદવિવાદ કરે,+
પણ તને જણાવેલી ખાનગી વાત* ઉઘાડી ન પાડ,+
૧૦ નહિતર તારા મોઢે ખરાબ વાત* ફેલાશે, તું શબ્દો પાછા ખેંચી નહિ શકે
અને તારી વાત સાંભળનાર તને શરમમાં મૂકશે.
૧૩ વફાદાર સંદેશવાહક તેના મોકલનાર માટે
કાપણીના ગરમ દિવસોમાં ઠંડા બરફ જેવો છે,
તે પોતાના માલિકને તાજગી આપે છે.+
૧૪ જે માણસ ભેટ આપવાની બડાઈ મારે છે પણ આપતો નથી,+
તે એવાં પવન અને વાદળાં જેવો છે, જે વરસાદ લાવતાં નથી.
૧૬ જો તને મધ મળે, તો જરૂર હોય એટલું જ ખા.
જો તું વધારે ખાઈશ, તો તારે એ ઓકી કાઢવું પડશે.+
૧૭ કોઈકના* ઘરે વારંવાર ન જા,
નહિતર તે તારાથી કંટાળી જશે અને તને ધિક્કારશે.
૧૮ પોતાના પડોશી વિરુદ્ધ જૂઠી સાક્ષી આપનાર માણસ
યુદ્ધમાં વપરાતા દંડા, તલવાર અને તીક્ષ્ણ તીર જેવો છે.+
૧૯ આફતના સમયે અવિશ્વાસુ* પર ભરોસો રાખવો
તૂટેલા દાંત અને લથડતા પગ પર ભરોસો રાખવા જેવું છે.
૨૩ ઉત્તરનો પવન ધોધમાર વરસાદ લાવે છે
અને બીજાની પંચાત કરતી જીભ ગુસ્સો ભડકાવે છે.+
૨૬ દુષ્ટ આગળ નમતું જોખનાર* નેક માણસ
કાદવથી ભરેલા ઝરા અને ગંદા પાણીના કૂવા જેવો છે.