યશાયા
૫૭ નેક માણસ ખતમ થઈ જાય છે,
પણ કોઈને એની પડી નથી.
૨ સતના પંથે ચાલનારાઓ શાંતિથી ઊંઘી જાય છે.
તેઓ પોતાની પથારીમાં* આરામ કરે છે.
૩ “ઓ જાદુટોણાં કરનારી સ્ત્રીના દીકરાઓ,
ઓ વ્યભિચાર કરનારી સ્ત્રીનાં સંતાનો,
ઓ વેશ્યાનાં બાળકો, મારી પાસે આવો.
૪ તમે કોની મશ્કરી કરો છો?
તમે કોની સામે મોં પહોળું કરો છો? તમે કોની સામે જીભ કાઢીને ચાળા પાડો છો?
શું તમે પાપીઓનાં બાળકો નથી?
શું તમે કપટીઓનાં બાળકો નથી?+
શું તમે ખીણોમાં અને ખડકોની ફાટોમાં
બાળકોની કતલ કરનારા લોકો નથી?+
૬ તમારા ભાગે ખીણના સુંવાળા પથ્થરો જ આવશે.+
હા, એ જ તમારો હિસ્સો છે.
અરે, તમે તો તેઓને પણ ભેટો ચઢાવો છો અને દ્રાક્ષદારૂ-અર્પણો* રેડો છો.+
શું આ બધું જોઈને મને ખુશી થશે?*
૮ દરવાજા અને બારસાખો પાછળ તમે મૂર્તિઓ બેસાડી.
તમે મને છોડી દીધો અને તમારાં કપડાં ઉતારી નાખ્યાં.
તમે પર્વત પર ગયા અને મોટી પથારી બિછાવી.
તમે તેઓની સાથે કરાર કર્યો.
તેઓ સાથે સૂવાનું તમને પસંદ પડ્યું.+
તમે તેઓનાં જાતીય અંગો જોયાં.*
૯ તેલ અને પુષ્કળ અત્તર લઈને
તમે મેલેખ* પાસે ગયા.
સંદેશો લઈ જનારાઓને તમે એટલા દૂર દૂર મોકલ્યા કે
તમે કબરમાં* ઊતરી ગયા.
૧૦ તમે અલગ અલગ માર્ગે ચાલી ચાલીને થાકી ગયા,
પણ એમ કહેતા નથી કે ‘એ બધું નકામું છે!’
તમને નવું બળ મળ્યું છે,
એટલે તમે પડતું મૂકતા* નથી.
૧૧ તમને કોની બીક લાગી કે
તમે જૂઠું બોલવા લાગ્યા?+
તમે મને ભૂલી ગયા.+
તમે કોઈ પણ વાત ધ્યાનમાં લીધી નહિ.+
૧૨ હું તમારી ‘સચ્ચાઈ’+ અને તમારાં કરતૂતો ખુલ્લાં પાડીશ.+
એ બધું તમને કંઈ કામમાં નહિ આવે.+
૧૩ તમે મદદનો પોકાર કરો ત્યારે,
તમારી જાતજાતની મૂર્તિઓ તમને છોડાવવા નહિ આવે.+
પવન તેઓને ઉડાવી લઈ જશે,
ફક્ત એક ફૂંક તેઓને ઉડાવી જશે.
પણ મારામાં આશરો લેનાર પૃથ્વીનો વારસો મેળવશે
અને તે મારા પવિત્ર પર્વતનો વારસો લેશે.+
૧૪ એવું કહેવામાં આવશે કે ‘સડક બાંધો, સડક બાંધો! રસ્તો તૈયાર કરો!+
મારા લોકોના માર્ગમાં આવતી બધી નડતરો ખસેડી નાખો.’”
“હું ઊંચાણમાં અને પવિત્ર જગ્યામાં રહું છું.+
હું કચડાયેલા અને નિરાશ* લોકો સાથે પણ રહું છું.
હું નિરાશ લોકોને ઉત્તેજન આપું છું
અને કચડાયેલા લોકોનાં દિલ તાજગીથી ભરી દઉં છું.+
૧૬ હું કાયમ માટે તેઓનો વિરોધ કરતો રહીશ નહિ
અથવા સદાને માટે રોષે ભરાયેલો રહીશ નહિ,+
જેથી મેં જેઓને ઉત્પન્ન કર્યા છે,
તેઓ બધા મારા લીધે કમજોર ન થઈ જાય.+
૧૭ ઇઝરાયેલીઓના પાપી માર્ગ અને તેઓની બેઈમાનીને લીધે હું રોષે ભરાયો હતો.+
મેં તેઓને માર્યા, તેઓથી મોં ફેરવી લીધું અને તેઓ પર ગુસ્સે ભરાયો.
પણ તેઓએ મનમાની કરી, તેઓ બંડખોરની જેમ ચાલતા રહ્યા.+
હું તેઓને અને વિલાપ કરનારાઓને ફરીથી દિલાસો આપીશ.”+
૧૯ યહોવા કહે છે: “હું લોકોની જીભે સ્તુતિના બોલ* રચું છું.
દૂરના અને નજીકના લોકોને હંમેશાં શાંતિ આપવામાં આવશે.+
હું તેઓને સાજા કરીશ.”
૨૦ “પણ દુષ્ટ લોકો તોફાની સાગર જેવા છે, જે શાંત રહી શકતો નથી.
એના પાણી દરિયાઈ વનસ્પતિ અને કાદવ ઉછાળતાં રહે છે.