નાહૂમ
૧ નિનવેહ વિરુદ્ધ ન્યાયચુકાદો.+ એલ્કોશના વતની નાહૂમને* મળેલા દર્શનનું પુસ્તક.
૨ યહોવા* ઈશ્વર ચાહે છે કે ફક્ત તેમની જ ભક્તિ* કરવામાં આવે.+
યહોવા બદલો લે છે અને પોતાનો કોપ રેડવા તૈયાર છે.+
યહોવા પોતાના દુશ્મનો સામે વેર વાળે છે,
તે પોતાના વેરીઓ માટે ક્રોધ ભરી રાખે છે અને બદલો લે છે.
૩ યહોવા જલદી ગુસ્સે ન થનાર+ અને મહાશક્તિમાન છે,+
પણ યહોવા દોષિતને સજા કરીને જ રહેશે.+
તે ચાલે ત્યારે વિનાશક તોફાન અને આંધી ઊઠે છે,
વાદળો તો જાણે તેમના પગની ધૂળ છે.+
બાશાન અને કાર્મેલની લીલોતરી સુકાઈ જાય છે,+
લબાનોનનાં ફૂલો ચીમળાઈ જાય છે.
તેમની સામે પૃથ્વી હચમચી ઊઠે છે,
ધરતી અને એના રહેવાસીઓ ખળભળી ઊઠે છે.+
૬ તેમના ક્રોધ સામે કોણ ઊભું રહી શકે?+
તેમના કોપની જ્વાળા સામે કોણ ટકી શકે?+
તેમનો રોષ આગની જેમ રેડાશે,
તેમના લીધે ખડકોના ચૂરેચૂરા થઈ જશે.
૭ યહોવા ભલા છે,+ સંકટના સમયે તે મજબૂત કિલ્લો છે.+
જેઓ તેમનામાં આશરો લે છે, તેઓની તે સંભાળ રાખે છે.*+
૮ ધસમસતા પૂરથી તે એનો* સર્વનાશ કરી દેશે,
ઈશ્વરના દુશ્મનો પર અંધકાર છવાઈ જશે.
૯ યહોવા વિરુદ્ધ તમે શું કાવતરું કરવાના?
તે તમારો પૂરેપૂરો નાશ કરી દેશે,
ફરી વિપત્તિ લાવવાની જરૂર નહિ પડે.+
૧૦ તેઓ* કાંટાળી વાડની જેમ એકબીજા સાથે વીંટળાયેલા છે,
તેઓ જાણે દારૂના* નશામાં ચકચૂર છે,
પણ સૂકા ઘાસની જેમ તેઓને ભસ્મ કરવામાં આવશે.
૧૧ તારામાંથી* એક માણસ ઊભો થશે, જે યહોવા વિરુદ્ધ કાવતરું ઘડશે,
તે નકામી સલાહ આપશે.
૧૨ યહોવા કહે છે:
“તેઓ ગમે એટલા બળવાન અને અસંખ્ય કેમ ન હોય,
તેઓ કાપી નંખાશે, તેઓનો સફાયો થઈ જશે.*
મેં તને* દુઃખી કર્યો હતો, પણ હવે પછી ક્યારેય દુઃખી નહિ કરું.
તારા દેવોના મંદિરની કોતરેલી મૂર્તિઓનો હું નાશ કરી દઈશ,
એની ધાતુની મૂર્તિઓનો હું ખાતમો બોલાવી દઈશ.
હું તારા માટે કબર ખોદીશ, કેમ કે તું સાવ નકામો છે.’
૧૫ જુઓ! ખુશખબર લાવનારનાં પગલાં પર્વતો પર આવી રહ્યાં છે,
તે શાંતિનો સંદેશો જાહેર કરે છે.+
હે યહૂદા, તારા તહેવારો ઊજવ,+ તારી માનતાઓ પૂરી કર,
કેમ કે કોઈ નકામો માણસ તારામાંથી ક્યારેય પસાર થશે નહિ,
તેનો પૂરેપૂરો નાશ કરવામાં આવશે.”