યશાયા
૩૮ એ સમયમાં હિઝકિયા બીમાર પડ્યો અને મરવાની અણીએ હતો.+ આમોઝના દીકરા યશાયા પ્રબોધકે+ આવીને તેને કહ્યું: “યહોવા કહે છે, ‘તારા કુટુંબ* માટે બધી ગોઠવણ કરી લે. તું સાજો થવાનો નથી, તારું મરણ થશે.’”+ ૨ એ સાંભળીને હિઝકિયાએ દીવાલ તરફ મોં ફેરવીને યહોવાને પ્રાર્થના કરી: ૩ “હે યહોવા, હું તમને કાલાવાલા કરું છું. કૃપા કરીને યાદ કરો+ કે હું પૂરી વફાદારીથી અને પૂરા દિલથી તમારી આગળ ચાલ્યો છું.+ તમારી નજરમાં જે ખરું છે, એ જ મેં કર્યું છે.” એમ કહીને હિઝકિયા ધ્રૂસકે ને ધ્રૂસકે રડવા લાગ્યો.
૪ પછી યશાયા પાસે યહોવાનો આ સંદેશો આવ્યો: ૫ “હિઝકિયા પાસે પાછો જા અને તેને કહે,+ ‘તારા પૂર્વજ દાઉદના ઈશ્વર યહોવા આમ કહે છે: “મેં તારી પ્રાર્થના સાંભળી છે.+ મેં તારાં આંસુ જોયાં છે.+ જો, હું તારા જીવનમાં ૧૫ વર્ષ ઉમેરું છું.+ ૬ હું તને અને આ શહેરને આશ્શૂરના રાજાના હાથમાંથી બચાવીશ. હું આ શહેરની રક્ષા કરીશ.+ ૭ યહોવા જે બોલ્યા છે એ પૂરું કરશે જ, એની યહોવા તરફથી આ નિશાની છે:+ ૮ હું આહાઝના દાદર* પર ઢળતા સૂરજનો પડછાયો દસ પગથિયાં પાછો હટાવીશ.”’”+ એટલે દાદર પરનો પડછાયો પગથિયાં પર જ્યાં હતો, ત્યાંથી દસ પગથિયાં પાછો હટ્યો.
૯ યહૂદાનો રાજા હિઝકિયા બીમાર પડ્યો અને પછી સાજો થયો, એ સમયનું તેનું આ લખાણ છે.*
૧૦ મેં કહ્યું: “હું અડધું જીવન પણ નથી જીવ્યો
અને મારે કબરના* દરવાજા ખખડાવવા પડશે.
મારાં બાકીનાં વર્ષો મારી પાસેથી છીનવી લેવામાં આવ્યાં છે.”
૧૧ મેં કહ્યું: “હું યાહને,* હા, યાહની કૃપાને જોવા જીવતો રહીશ નહિ.+
હું કોઈ મનુષ્યને જોઈ શકીશ નહિ,
કેમ કે હું ગુજરી ગયેલાઓ સાથે ધૂળમાં મળી જઈશ.
૧૨ મારું રહેઠાણ ભરવાડના તંબુની જેમ
તોડી પાડીને લઈ લેવામાં આવ્યું છે.+
વણકરની જેમ મેં મારું જીવન વીંટી લીધું છે.
શાળ પરના દોરાની જેમ તે મને કાપી નાખે છે.
વહેલી સવારથી રાત સુધી તે ધીમે ધીમે મારો અંત લાવે છે.+
૧૩ સવાર સુધી હું પોતાને દિલાસો આપું છું.
સિંહની જેમ તે મારાં બધાં હાડકાં ભાંગી નાખે છે.
વહેલી સવારથી રાત સુધી તે ધીમે ધીમે મારો અંત લાવે છે.+
૧૪ અબાબીલ કે કસ્તુરો* ચીં ચીં કરે એમ હું કરું છું.+
કબૂતરની જેમ હું ઘૂ ઘૂ કરું છું.+
હું થાકેલી આંખે ઉપર જોયા કરું છું:+
‘હે યહોવા, હું એકદમ નિરાશ થઈ ગયો છું.
૧૫ હું શું કહું?
તેમણે મને જણાવ્યું અને પગલાં ભર્યાં.
મારા કડવા અનુભવને લીધે,
હું આખી જિંદગી નમ્ર બનીને ચાલીશ.
૧૬ ‘હે યહોવા, તમારી ભલાઈને* લીધે દરેક માણસ જીવે છે,
એના લીધે તો હું શ્વાસ લઉં છું.
તમે મને સાજો કરશો અને જીવતો રાખશો.+
૧૭ જુઓ! મારા જીવનમાં શાંતિને બદલે કડવાશ હતી.
પણ તમને મારા પર ખૂબ પ્રેમ હોવાથી,
તમે મને વિનાશના ખાડામાં જતાં બચાવી લીધો છે.+
તમે મારાં બધાં પાપ તમારી પીઠ પાછળ નાખી દીધાં છે.*+
કબરના ખાડામાં ઊતરી ગયેલાઓ તમારી વફાદારી જોઈ શકતા નથી.+
૧૯ જીવતાઓ, હા, જીવતાઓ તમારી સ્તુતિ કરી શકે છે,
જેમ હું આજે કરી શકું છું.
પિતા પોતાના દીકરાઓને તમારી વફાદારી વિશે શીખવી શકે છે.+
૨૦ હે યહોવા, મને બચાવો.
૨૧ પછી યશાયાએ કહ્યું: “અંજીરનું એક ચકતું લાવો. એને રાજાના ગૂમડા પર લગાડો, જેથી તે સાજા થાય.”+ ૨૨ હિઝકિયાએ પૂછ્યું હતું: “હું યહોવાના મંદિરે જઈશ એની નિશાની શું છે?”+