ગીતશાસ્ત્ર
દાઉદનું ગીત.
૧૩૮ હું પૂરા દિલથી તમારી સ્તુતિ કરીશ.+
બીજા દેવો આગળ
હું તમારી આરાધના કરીશ.*
૨ તમારાં અતૂટ પ્રેમ અને વફાદારીને લીધે,
હું તમારા પવિત્ર મંદિર આગળ નમન કરીશ+
અને તમારા નામનો જયજયકાર કરીશ;+
તમે તમારાં વચનોને અને તમારા નામને બીજા બધાથી ખૂબ ઊંચાં કર્યાં છે.*
૩ મેં તમને પોકાર કર્યો, એ જ દિવસે તમે જવાબ આપ્યો.+
તમે મને બળવાન અને હિંમતવાન કર્યો.+
૪ હે યહોવા, પૃથ્વીના બધા રાજાઓ તમારી સ્તુતિ કરશે,+
કેમ કે તમારાં વચનો તેઓએ સાંભળ્યાં છે.
૫ તેઓ યહોવાના માર્ગોના ગુણગાન ગાશે,
કેમ કે યહોવાનું ગૌરવ મહાન છે.+
૬ યહોવા સર્વોચ્ચ સ્થાને બિરાજે છે, છતાં નમ્ર લોકોનું ધ્યાન રાખે છે.+
પણ અભિમાનીને તે પોતાનાથી દૂર જ રાખે છે.+
૭ ભલે મારે જોખમોમાંથી પસાર થવું પડે, પણ તમે મારો જીવ બચાવશો.+
રોષે ભરાયેલા મારા દુશ્મનો સામે તમે હાથ ઉઠાવશો.
તમારો જમણો હાથ મને બચાવશે.
૮ યહોવા મારા માટે પોતાના બધા હેતુઓ પૂરા કરશે.
હે યહોવા, તમારો અતૂટ પ્રેમ* કાયમ ટકે છે.+
તમારા હાથનાં કામોનો ત્યાગ કરશો નહિ.+