અયૂબ
૧૩ “હા, મેં મારી આંખોથી એ બધું જોયું છે,
હું મારા કાનોથી સાંભળીને એ બધું સમજ્યો છું.
૨ જે તમે જાણો છો, એ હું પણ જાણું છું;
હું તમારાથી કોઈ પણ રીતે ઊતરતો નથી.
૩ મારે તમારી સાથે નહિ, પણ સર્વશક્તિમાન સાથે વાત કરવી છે.
મારા મુકદ્દમાની સચ્ચાઈ તેમની આગળ રજૂ કરવી છે.+
૪ તમે તો જૂઠું બોલીને મને બદનામ કરો છો;
તમે તો ઊંટવૈદો છો.+
૫ તમે ચૂપ રહો તો કેટલું સારું!
કેમ કે એમાં જ સમજદારી છે.+
૬ હવે મારી દલીલો સાંભળો,
અને મારી અરજો પર ધ્યાન આપો.
૭ શું તમે ઈશ્વરનો પક્ષ લઈને જૂઠું બોલશો?
શું તેમના નામે કપટી વાતો બોલશો?
૮ શું તમે ઈશ્વરનું ઉપરાણું લેશો?
શું તમે સાચા ઈશ્વરની વકીલાત કરશો?
૯ જો ઈશ્વર તમારી તપાસ કરે, તો શું તેમને કંઈ સારું મળી આવશે?+
શું તમે ઈશ્વરને માણસની જેમ મૂર્ખ બનાવી શકશો?
૧૦ જો તમે છાનીછૂપી રીતે પક્ષપાત કરશો,+
તો તે ચોક્કસ તમને ઠપકો આપશે.
૧૧ તેમના ગૌરવથી શું તમને ડર નહિ લાગે?
તેમનો ભય શું તમારા પર છવાઈ નહિ જાય?
૧૨ તમારી યાદગાર કહેવતો રાખ જેવી નકામી છે!
બચાવ માટેની તમારી દલીલો માટીની ઢાલ જેવી તકલાદી છે.
૧૩ હવે ચૂપ રહો અને મને બોલવા દો.
પછી ભલે મારું જે થવાનું હોય એ થાય!
૧૪ હું કેમ મારો જીવ જોખમમાં મૂકું છું?
કેમ મારો જીવ હથેળીમાં લઈને ફરું છું?
૧૭ મારા શબ્દો કાને ધરો;
મારી વાત ધ્યાનથી સાંભળો.
૧૮ મેં અદાલતમાં રજૂ કરવા મારો મુકદ્દમો તૈયાર કર્યો છે;
હું જાણું છું કે હું સાચો છું.
૧૯ મારી સામે કોણ લડશે?
જો હું ચૂપ રહીશ, તો મરી જઈશ!*
૨૦ હે ઈશ્વર, મહેરબાની કરીને મારી બે માંગણી પૂરી કરો,
જેથી મારે તમારાથી મોં સંતાડવું ન પડે:
૨૧ મારી વિરુદ્ધ તમારો હાથ ન ઉગામો,
અને તમારા ભયથી મને ન ડરાવો.+
૨૨ કાં તો તમે બોલો અને હું જવાબ આપું,
કાં તો મને બોલવા દો અને તમે જવાબ આપો.
૨૩ મારી શી ભૂલ છે? મારું શું પાપ છે?
મારી ભૂલો અને મારાં પાપ તો મને બતાવો!
૨૪ તમે કેમ તમારું મોં ફેરવી લો છો?+
મને કેમ તમારો દુશ્મન ગણો છો?+
૨૫ હું તો પવનથી ઊડતા પાંદડા જેવો છું, સૂકા તણખલા જેવો છું.
તો તમે મને કેમ ડરાવો છો? કેમ મારી પાછળ પડ્યા છો?
૨૬ તમે મારી વિરુદ્ધ લાગેલા એકેએક આરોપની યાદી બનાવો છો,
અને યુવાનીમાં કરેલાં મારાં પાપનો હમણાં હિસાબ માંગો છો.
૨૭ તમે મારા પગ હેડમાં* નાખ્યા છે,
તમે મારા એકેએક પગલા પર નજર રાખો છો,
તમે મારા પગનાં નિશાન શોધી શોધીને મારો પીછો કરો છો.