ગીતશાસ્ત્ર
સંગીત સંચાલક માટે સૂચન: “પરોઢના હરણ”* પ્રમાણે ગાવું. દાઉદનું ગીત.
૨૨ હે મારા ઈશ્વર, હે મારા ઈશ્વર, તમે મને કેમ છોડી દીધો છે?+
તમે મારો બચાવ કેમ કરતા નથી?
મારી વેદનાનો પોકાર કેમ સાંભળતા નથી?+
૨ હે મારા ઈશ્વર, હું દિવસે પોકારતો રહું છું, પણ તમે જવાબ આપતા નથી.+
રાતે પણ મારા જીવને કંઈ ચેન પડતું નથી.
૩ તમે તો પવિત્ર છો,+
ઇઝરાયેલના લોકો તમારી સ્તુતિ કરે છે.
૬ પણ હું તો માણસ નહિ, બસ એક કીડો છું,
લોકો મારું અપમાન કરીને મને તુચ્છ ગણે છે.+
૭ મને જોનારા બધા મારી મશ્કરી કરે છે.+
તેઓ મોં મચકોડે છે અને માથું હલાવતા નફરતથી કહે છે:+
૮ “તે તો યહોવાના ભરોસે જીવે છે ને! ભલેને તે છોડાવતા!
તે તેમની આંખનો તારો છે ને, તો ભલેને તે બચાવતા!”+
૯ તમે જ મને માના ગર્ભમાંથી બહાર લાવ્યા,+
તમે જ મને માના ખોળામાં સલામત રાખ્યો.
૧૦ જન્મથી જ હું તમારા ભરોસે મુકાયેલો છું
હું માની કૂખમાં હતો ત્યારથી જ તમે મારા ઈશ્વર છો.
૧૧ મારાથી દૂર ન રહેશો, મારા પર આફત આવવાની છે.+
તમારા સિવાય મદદ કરનાર બીજું કોણ છે?+
૧૪ વહી ગયેલા પાણીની જેમ મારી શક્તિ ચાલી ગઈ છે.
મારાં હાડકાં સાંધામાંથી ઢીલાં પડી ગયાં છે.
મારું દિલ અંદર ને અંદર
મીણની જેમ પીગળી રહ્યું છે.+
૧૫ મારી શક્તિ સુકાઈને ઠીકરા જેવી થઈ ગઈ છે.+
મારી જીભ તાળવે ચોંટી ગઈ છે.+
તમે મને મોતની ખાઈમાં ધકેલો છો.+
૧૬ કૂતરાઓની જેમ દુશ્મનોએ મને ઘેરી લીધો છે.+
દુષ્ટોની ટોળકીની જેમ તેઓ મને ફરી વળ્યા છે.+
સિંહની જેમ તેઓ મારા હાથ-પગ પર હુમલો કરે છે.+
૧૭ મારું એકેએક હાડકું હું ગણી શકું છું.+
તેઓ મને ટગર-ટગર જોયા કરે છે.
૧૮ તેઓ મારાં કપડાં અંદરોઅંદર વહેંચી લે છે.
તેઓ મારાં કપડાં માટે ચિઠ્ઠીઓ* નાખે છે.+
૧૯ પણ હે યહોવા, તમે મારાથી દૂર ન રહેશો.+
તમે મારું બળ છો; મને મદદ કરવા ઉતાવળે આવો.+
૨૦ મને તલવારથી બચાવો,
મારો કીમતી જીવ કૂતરાઓના પંજામાંથી છોડાવો.+
૨૧ સિંહના મોંમાંથી અને જંગલી સાંઢનાં શિંગડાંથી મને બચાવો.
મને જવાબ આપો ને બચાવી લો.+
૨૨ હું મારા ભાઈઓમાં તમારું નામ જાહેર કરીશ.+
મંડળમાં* હું તમારો જયજયકાર કરીશ.+
૨૩ યહોવાનો ડર રાખનારાઓ, તેમની સ્તુતિ કરો!
યાકૂબના સર્વ વંશજો, તેમને મહિમા આપો!+
ઇઝરાયેલના સર્વ વંશજો, તેમની આરાધના કરો!
૨૪ જુલમ સહેનારનો ઈશ્વરે તિરસ્કાર કર્યો નથી, તેનો ધિક્કાર પણ કર્યો નથી.+
૨૫ મોટા મંડળમાં હું તમારી સ્તુતિ કરીશ.+
તમારો ડર રાખનારાઓ આગળ મારી માનતાઓ પૂરી કરીશ.
યહોવાનું માર્ગદર્શન શોધનારાઓ તેમનો જયજયકાર કરશે.+
તેઓ* હંમેશ માટે જીવનનો આનંદ માણે.
૨૭ ધરતીને ખૂણે ખૂણે લોકો યહોવાને યાદ કરશે અને તેમની તરફ ફરશે.
બધી પ્રજાઓનાં કુટુંબો તેમની આગળ નમન કરશે.+
૨૮ કારણ, રાજ કરવાનો અધિકાર તો યહોવાનો જ છે.+
તે બધી પ્રજાઓ પર શાસન ચલાવે છે.
૨૯ પૃથ્વીના બધા ધનવાનો ખાશે અને ભક્તિ કરવા નમન કરશે.
ધૂળમાં મળી જનારા બધા તેમની આગળ ઘૂંટણિયે પડશે.
તેઓમાંથી કોઈ પોતાનું જીવન બચાવી શકતું નથી.
૩૦ તેઓના વંશજો તેમની ભક્તિ કરશે.
આવનાર પેઢીને યહોવા વિશે જણાવવામાં આવશે.
૩૧ તેઓ આવીને તેમનાં ન્યાયી કામો વિશે જણાવશે.
તેમણે કરેલાં કામો વિશે તેઓ આવનાર પેઢીને જણાવશે.