ગીતશાસ્ત્ર
સંગીત સંચાલક માટે સૂચન: યદૂથૂન* પ્રમાણે ગાવું. દાઉદનું ગીત.
૬૨ હું ધીરજ રાખીને ઈશ્વરની રાહ જોઈશ.
તે મારો ઉદ્ધાર કરે છે.+
૨ તે જ મારો ખડક અને મારો ઉદ્ધાર છે, તે મારો સલામત આશરો* છે.+
કોઈ મને કદીયે ડગાવી નહિ શકે.+
૩ એક માણસને મારી નાખવા તમે ક્યાં સુધી તેના પર હુમલો કરશો?+
તમે બધા એક નમી ગયેલી દીવાલ, પથ્થરની જોખમી દીવાલ જેવા છો, જે તૂટી પડવાની તૈયારીમાં છે.*
૪ તેઓ ભેગા મળીને તેને ઊંચી પદવીથી* ઊથલાવી પાડવા કાવતરું ઘડે છે.
તેઓને જૂઠું બોલવામાં અનેરી ખુશી મળે છે.
તેઓ મોંથી તો આશીર્વાદ આપે છે, પણ મનમાં ને મનમાં શ્રાપ આપે છે.+ (સેલાહ)
૬ તે જ મારો ખડક અને મારો ઉદ્ધાર છે, તે મારો સલામત આશરો છે.
કોઈ મને કદીયે ડગાવી નહિ શકે.+
૭ મારો ઉદ્ધાર અને મારા ગૌરવનો આધાર ઈશ્વર છે.
ઈશ્વર મારો મજબૂત ખડક, મારો આશરો છે.+
૮ હે લોકો, તેમના પર હંમેશાં ભરોસો રાખો.
તેમની આગળ તમારું હૈયું ઠાલવો.+
ઈશ્વર આપણો આશરો છે.+ (સેલાહ)
૯ માણસના દીકરાઓ એક ફૂંક સમાન છે.
મનુષ્યના દીકરાઓ પર ભરોસો રાખવો નકામો છે.+
એ બધાને ત્રાજવામાં તોળવામાં આવે તો, તેઓ હવાથી પણ હલકા છે.+
૧૦ જોરજુલમથી પડાવેલા પૈસા પર ભરોસો ન રાખો,
લૂંટફાટ પર ખોટી આશા ન રાખો.
જો તમારી ધનદોલત વધે તો એના પર ચિત્ત ન લગાડો.+
૧૧ મેં બે વાર સાંભળ્યું છે કે ઈશ્વરે આવું કહ્યું હતું:
શક્તિ ઈશ્વરની જ છે.+