ગીતશાસ્ત્ર
દાઉદનું ગીત. દાઉદ યહૂદાના વેરાન પ્રદેશમાં હતો, એ વખતનું ગીત.+
૬૩ હે ઈશ્વર, તમે મારા ઈશ્વર છો. હું તમને શોધ્યા કરું છું.+
હું તમારા માટે તડપું છું.+
તમારી તરસને લીધે હું બેભાન થયો છું.
હું સૂકી વેરાન જમીન પર છું, જ્યાં પાણીનું ટીપુંય નથી.+
૨ મેં તમને પવિત્ર જગ્યાએ જોયા,
મેં તમારી શક્તિ અને તમારું ગૌરવ જોયાં.+
૪ હું જીવનભર તમારી આરાધના કરીશ.
હું હાથ ફેલાવીને તમારા નામે પ્રાર્થના કરીશ.
૫ ઉત્તમ અને મનપસંદ હિસ્સો મેળવીને મને સંતોષ થયો છે.
એટલે મારી જીભ ગીતો ગાશે અને મારું મોં તમારી સ્તુતિ કરશે.+
૮ હું તમને વળગી રહું છું.
તમારા જમણા હાથે મને પકડી રાખ્યો છે.+
૯ જેઓ મારો જીવ લેવા માંગે છે,
તેઓ પૃથ્વીના ઊંડાણમાં સરી જશે.
૧૦ તેઓ તલવારની ધારથી માર્યા જશે
અને શિયાળ તેઓનો શિકાર કરશે.
૧૧ પણ રાજા તો ઈશ્વરને લીધે હર્ષનાદ કરશે.
ઈશ્વરના સમ લેનાર દરેક જણ તેમનો મહિમા ગાશે,
કેમ કે જૂઠું બોલનારનું મોં બંધ કરી દેવાશે.