ગીતશાસ્ત્ર
૩ તે તને શિકારીના ફાંદાથી છોડાવશે,
જીવલેણ રોગોથી બચાવશે.
૪ તે પોતાનાં પીછાંથી તને ઢાંકી દેશે.*
તેમની પાંખો નીચે તું આશરો મેળવશે.+
તેમની વફાદારી+ તારા માટે ઢાલ+ અને રક્ષણ આપતી દીવાલ બનશે.
૫ તને રાતે જોખમનો
કે દિવસે છૂટતા બાણનો ભય લાગશે નહિ.+
૬ તને ગાઢ અંધારામાં ફેલાતા રોગચાળાનો
કે ભરબપોરે થતી તબાહીનો ડર લાગશે નહિ.
૧૩ તું સિંહને અને નાગને કચડી નાખીશ.
તું બળવાન સિંહને અને મોટા સાપને પગથી છૂંદી નાખીશ.+
૧૪ ઈશ્વરે કહ્યું: “હું તેને બચાવીશ, કેમ કે તેને મારા પર પ્રેમ છે.*+
હું તેનું રક્ષણ કરીશ, કેમ કે તે મારું નામ જાણે* છે.+
૧૫ તે મને પોકારશે અને હું તેને જવાબ આપીશ.+
મુશ્કેલીના સમયે હું તેની સાથે રહીશ.+
હું તેને બચાવીશ અને મહિમાવાન કરીશ.
૧૬ હું તેને લાંબા જીવનનો આશીર્વાદ આપીશ.+
હું તેને ઉદ્ધારનાં મારાં કામો બતાવીશ.”+