યશાયા
હે યરૂશાલેમ, પવિત્ર શહેર, તારાં સુંદર કપડાં પહેર!+
હવેથી તારા શહેરમાં એવું કોઈ આવશે નહિ, જેની સુન્નત* થઈ નથી અને જે અશુદ્ધ છે.+
૨ હે યરૂશાલેમ, તારા પરની ધૂળ ખંખેરી નાખ, ઊઠીને આસન પર બેસ.
હે સિયોનની ગુલામ થયેલી દીકરી, તારી ગરદનનાં બંધન છોડી નાખ.+
૩ યહોવા આમ કહે છે:
૪ વિશ્વના માલિક યહોવા આમ કહે છે:
“પહેલા મારા લોકો પરદેશીઓ તરીકે ઇજિપ્ત રહેવા ગયા.+
પછી આશ્શૂરે તેઓ પર કોઈ કારણ વગર ભારે જુલમ ગુજાર્યો.”
૫ યહોવા કહે છે: “તો પછી, મારે શું કરવું?”
યહોવા કહે છે, “મારા લોકોને મફતમાં લઈ જવામાં આવ્યા.
તેઓ પર રાજ કરનારાઓ જીતનો પોકાર કરે છે.+
મારા નામનું આખો દિવસ સતત અપમાન થાય છે.+
૬ એ કારણે મારા લોકોએ મારું નામ જાણવું પડશે,+
તેઓ એ દિવસે જાણશે કે હું જ એવું બોલ્યો છું.
જુઓ, એ હું જ છું!”
૭ ખુશખબર લાવનારનાં પગલાં પર્વતો પર કેવાં સુંદર લાગે છે!+
તે શાંતિનો સંદેશો જાહેર કરે છે,+
વધારે સારી ખુશખબર લાવે છે,
ઉદ્ધારનો સંદેશો જાહેર કરે છે
અને સિયોનને કહે છે: “તારા ઈશ્વર રાજા બન્યા છે!”+
૮ સાંભળ! તારા ચોકીદારો મોટેથી પોકારે છે.
તેઓ એકરાગે ખુશીથી પોકારી ઊઠે છે.
તેઓ સાફ જોઈ શકશે કે યહોવા સિયોનના લોકોને પાછા લાવે છે.
૯ હે યરૂશાલેમનાં ખંડેરો, ખુશીથી ઝૂમી ઊઠો, એકરાગે આનંદથી પોકારી ઊઠો!+
યહોવાએ પોતાના લોકોને દિલાસો આપ્યો છે.+ તેમણે યરૂશાલેમને છોડાવી લીધું છે.+
૧૦ યહોવાએ બધી પ્રજાઓને પોતાની શક્તિ બતાવી આપી છે.+
આપણા ઈશ્વરે કરેલાં ઉદ્ધારનાં* કામો ધરતીના છેડાઓ સુધી દેખાઈ આવશે.+
૧૧ બહાર નીકળો, બહાર નીકળો, એમાંથી* બહાર નીકળી આવો,+ કંઈ પણ અશુદ્ધ વસ્તુને અડતા નહિ.+
૧૨ તમારે જલદી જલદી નીકળવું નહિ પડે.
તમારે નાસી છૂટવું નહિ પડે.
યહોવા તમારી આગળ આગળ જશે.+
ઇઝરાયેલના ઈશ્વર તમારી પાછળ રહીને પણ રક્ષણ કરશે.+
૧૩ જુઓ! મારો સેવક+ સમજદારીથી વર્તશે.
તેને ઊંચી પદવી આપવામાં આવશે.
તેની ચઢતી થશે અને તેને મહાન બનાવવામાં આવશે.+
૧૪ અગાઉ તેને જોઈને ઘણા લોકોને આઘાત લાગ્યો હતો.
તેનો દેખાવ એટલો ખરાબ કરી નાખવામાં આવ્યો હતો કે એવો બીજા કોઈનો ન હોય.
મનુષ્યોમાં તેની શાખ એકદમ ખરાબ કરી નાખવામાં આવી હતી.
૧૫ પણ હવે તે ઘણી પ્રજાઓને દંગ કરી નાખશે.+
જે તેઓએ સાંભળ્યું ન હતું, એ તેઓ સાંભળશે.+