ગીતશાસ્ત્ર
કપટી અને જૂઠા માણસથી મને બચાવો.
૨ તમે મારા ઈશ્વર, મારો કિલ્લો છો.+
તમે મને કેમ દૂર હડસેલી દીધો છે?
મારા વેરીના જુલમને લીધે મારે કેમ ઉદાસ થઈને ફરવું પડે છે?+
૩ તમારો પ્રકાશ અને તમારું સત્ય મોકલો.+
તેઓ મને માર્ગદર્શન આપે.+
તેઓ મને તમારા પવિત્ર પર્વત પર અને ભવ્ય મંડપમાં*+ દોરી જાય.
૪ પછી હું ઈશ્વરની વેદી પાસે આવીશ,+
હા, મારા ઈશ્વર પાસે આવીશ, જેમનામાં મને અપાર ખુશી મળે છે.
હે ઈશ્વર, મારા ભગવાન, હું વીણા વગાડીને તમારો જયજયકાર કરીશ.+
૫ હું કેમ નિરાશ છું?
મારા મનમાં કેમ ઊથલ-પાથલ મચી છે?