અયૂબ
૨૫ બિલ્દાદ+ શૂહીએ જવાબ આપ્યો:
૨ “સત્તા અને મહા પરાક્રમ ઈશ્વરના છે;
તે સ્વર્ગમાં શાંતિ સ્થાપે છે.
૩ શું તેમનાં સૈન્યોને કોઈ ગણી શકે?
એવું કોણ છે જેના પર તેમનો પ્રકાશ પડતો નથી?
૪ તો ઈશ્વરની સામે માણસ કઈ રીતે ન્યાયી સાબિત થઈ શકે?+
સ્ત્રીથી જન્મેલો માનવી કઈ રીતે નિર્દોષ* ઠરી શકે?+
૫ તેમની નજરમાં તો ચંદ્ર પણ તેજસ્વી નથી,
અરે, તારાઓ પણ નિર્મળ નથી.
૬ તો મામૂલી માણસની શી વિસાત?
તે તો એક ઇયળ જેવો છે, હા, એક કીડા સમાન છે!”