અયૂબ
૪ અલીફાઝ+ તેમાનીએ જવાબ આપ્યો:
૨ “જો કોઈ તારી સાથે વાત કરે, તો શું તું અધીરો બની જઈશ?
પણ હું બોલ્યા વગર રહી શકતો નથી.
૩ ખરું કે, તેં ઘણા લોકોને સુધાર્યા છે,
અને કમજોર હાથોને મજબૂત કર્યા છે.
૪ તારા શબ્દોએ ઠોકર ખાતા લોકોને ટેકો આપ્યો છે,
તેં લથડિયાં ખાતાં ઘૂંટણોને સ્થિર કર્યા છે.
૫ હવે એ સંકટ તારા પર આવી પડ્યું છે અને તું ચિંતામાં ગરક થઈ ગયો છે;*
તારો વારો આવ્યો ત્યારે તું હિંમત હારી ગયો છે.
૬ શું ઈશ્વર માટેનો આદર તને બળ આપતો નથી?
શું પ્રમાણિકતાનો માર્ગ+ તને આશા આપતો નથી?
૭ વિચાર કર, શું નિર્દોષ માણસનો કદી નાશ થયો છે?
શું નેક માણસ ક્યારેય તબાહ થયો છે?
૯ ઈશ્વરનો એક શ્વાસ તેઓને ફૂંકી મારે છે,
તેમના ક્રોધની જ્વાળા તેઓને ભસ્મ કરી નાખે છે.
૧૦ સિંહ ત્રાડ પાડે છે અને જુવાન સિંહ ગર્જના કરે છે,
તોપણ બળવાન સિંહોના દાંત તૂટી જાય છે.
૧૧ શિકાર ન મળતા સિંહ ભૂખે મરી જાય છે,
અને સિંહનાં બચ્ચાં આમતેમ વિખેરાઈ જાય છે.
૧૨ ખાનગીમાં મારી પાસે એક સંદેશો આવ્યો,
એનો ગણગણાટ મારા કાને પડ્યો.
૧૩ રાતના સમયે જ્યારે લોકો ભરઊંઘમાં હતાં,
ત્યારે મને એવાં દર્શનો થયાં, જેનાથી હું બેચેન થઈ ગયો,
૧૪ હું ડરથી ધ્રૂજી ઊઠ્યો,
મારાં બધાં હાડકાં ડરના માર્યાં કાંપવા લાગ્યાં.
૧૬ એ સ્થિર ઊભું રહ્યું,
પણ હું એને ઓળખી ન શક્યો.
એક પડછાયો મારી નજર સામે હતો;
ચોમેર સન્નાટો છવાયેલો હતો, પછી મેં એક અવાજ સાંભળ્યો:
૧૭ ‘શું નાશવંત માણસ ઈશ્વર કરતાં વધારે ન્યાયી હોય શકે?
શું કોઈ માણસ પોતાના સર્જનહાર કરતાં વધારે પવિત્ર હોય શકે?’
૧૯ તો પછી, જેઓ માટીનાં ઘરોમાં રહે છે તેઓની શી વિસાત?
તેઓનો પાયો ધૂળમાં છે,+
તેઓ ફૂદાની જેમ સહેલાઈથી કચડાઈ જાય છે!
૨૦ તેઓ સવારમાં જીવતા હોય છે અને સાંજે તો નષ્ટ થઈ જાય છે;
તેઓ હંમેશ માટે કચડાઈ જાય છે અને કોઈ એની નોંધ પણ લેતું નથી.
૨૧ શું તેઓ દોરડાં કાઢી નાખેલા તંબુ જેવા નથી?
નાસમજ હોવાને લીધે તેઓ મોતને ભેટે છે.