અયૂબ
૩ પછી અયૂબે બોલવાનું શરૂ કર્યું અને પોતાના જન્મદિવસને શ્રાપ આપ્યો.+ ૨ અયૂબે કહ્યું:
૩ “કાશ! જે દિવસે હું પેદા થયો એ દિવસનું નામનિશાન મટી ગયું હોત,+
જે રાતે કહેવામાં આવ્યું, ‘જુઓ, દીકરો થયો છે!’* એ રાત પણ રહી ન હોત.
૪ કાશ! એ દિવસ અંધકારમાં ડૂબી ગયો હોત.
એ દિવસ ઈશ્વરની યાદમાંથી ભૂંસાઈ ગયો હોત;
એ દિવસે પ્રકાશ પથરાયો ન હોત.
૫ કાશ! ઘોર અંધકાર* એને ગળી ગયો હોત.
કાળા વાદળે એને ઘેરી લીધો હોત.
ડરામણો અંધકાર એ દિવસના પ્રકાશ પર છવાઈ ગયો હોત.
૭ કાશ! એ રાત વાંઝણી થઈ ગઈ હોત;
આનંદનો કોઈ પોકાર સંભળાયો ન હોત.
૯ કાશ! પરોઢના તારાઓ અંધકારમાં ગરક થઈ ગયા હોત;
દિવસના અજવાળાની રાહ જોતાં જોતાં એ રાત થાકી ગઈ હોત,
સૂર્યનાં કિરણો માટે એ રાત ઝૂરતી હોત.
૧૦ કાશ! એણે મારી માનું ગર્ભસ્થાન બંધ કર્યું હોત;+
મારી આંખો આગળથી વેદના દૂર કરી હોત.
૧૧ મારો જન્મ થયો એ જ ઘડીએ હું મરી કેમ ન ગયો?
ગર્ભમાંથી બહાર આવતા જ મારો શ્વાસ રૂંધાઈ કેમ ન ગયો?+
૧૨ મારી માએ મને કેમ ખોળામાં લીધો?
તેનાં સ્તનોએ મને કેમ ધવડાવ્યો?
૧૩ નહિતર હું હમણાં નિરાંતે સૂતો હોત;+
અને શાંતિથી ઊંઘતો હોત,+
૧૪ હું પૃથ્વીના એ રાજાઓ અને તેઓના સલાહકારો સાથે હોત,
જેઓએ બનાવેલી ઇમારતો હમણાં ખંડેર છે,*
૧૫ અથવા એ રાજકુમારો* સાથે હોત, જેઓ પાસે પુષ્કળ સોનું હતું,
જેઓનાં ઘરો ચાંદીથી ભરેલાં હતાં.
૧૬ હું ગર્ભમાં જ કેમ મરી ન ગયો?
કદી પ્રકાશ ન જોનાર બાળકના જેવો કેમ ન થયો?
૧૭ કબરમાં દુષ્ટ લોકોની બેચેની દૂર થાય છે;
થાકેલા-પાકેલા લોકો ત્યાં આરામ મેળવે છે.+
૧૮ બધા કેદીઓ ત્યાં રાહત મેળવે છે;
મજૂરી કરાવનાર લોકોનો અવાજ તેઓને સંભળાતો નથી.
૨૦ ઈશ્વર દુખિયારાઓને કેમ પ્રકાશ આપે છે?
વેદનામાં રિબાતા લોકોને+ તે કેમ જીવન આપે છે?
૨૧ જેઓ મોત માટે તલપે છે, તેઓને કેમ એ મળતું નથી?+
તેઓ તો દાટેલા ખજાના કરતાં મોતને વધારે ખંતથી શોધે છે,
૨૨ મોત આવે ત્યારે તેઓ આનંદથી ઝૂમી ઊઠે છે,
કબર જોતાં જ તેઓ હર્ષનાદ કરે છે.
૨૩ જેનો માર્ગ ઈશ્વરે પોતે ઘેરી લીધો છે,
એવા માર્ગથી ભટકેલા માણસને તે કેમ અજવાળું આપે છે?+
૨૫ જેનાથી હું ડરતો હતો, એ જ મારા પર આવી પડ્યું છે,
જેની મને બીક હતી, એ જ મારી સામે આવ્યું છે.
૨૬ મારી શાંતિ છીનવાઈ ગઈ છે, સુખચેન અને આરામ જતાં રહ્યાં છે,
બસ આફતો છે, જે અટકવાનું નામ જ નથી લેતી.”