ગીતશાસ્ત્ર
ત્રીજું પુસ્તક
(ગીતશાસ્ત્ર ૭૩-૮૯)
આસાફનું ગીત.+
૭૩ ઇઝરાયેલીઓનું, હા, શુદ્ધ દિલવાળા લોકોનું પરમેશ્વર સાચે જ ભલું કરે છે.+
૨ પણ મારા પગે લગભગ ઠોકર ખાધી હતી.
મારા પગ લપસી જવાની તૈયારીમાં હતા.+
૪ મરતી વખતે તેઓને કોઈ પીડા થતી નથી.
૫ બીજા મનુષ્યોની જેમ તેઓને ચિંતા સતાવતી નથી.+
બીજા માણસોની જેમ તેઓ દુઃખ સહેતા નથી.+
૬ એટલે અહંકાર તેઓના ગળાનો હાર+
અને અત્યાચાર તેઓનાં કપડાં છે.
૭ એશઆરામને લીધે તેઓની આંખો સૂજી જાય છે.
તેઓને ધાર્યા કરતાં વધારે સફળતા મળે છે.
૮ તેઓ બીજાઓની હાંસી ઉડાવે છે અને નિંદા કરે છે.+
તેઓ ઘમંડી બનીને જુલમ ગુજારવાની ધમકી આપે છે.+
૯ તેઓ જાણે આકાશમાં હોય એ રીતે વાતો કરે છે.
તેઓની જીભ આખી પૃથ્વી પર ડંફાસો મારતી ફરે છે.
૧૦ એટલે ઈશ્વરના લોકો દુષ્ટો તરફ ખેંચાઈ જાય છે
અને તેઓનું ઊભરાતું પાણી પીએ છે.
૧૧ દુષ્ટો કહે છે: “ઈશ્વરને શું ખબર પડવાની?+
શું સર્વોચ્ચ ઈશ્વરને આની જાણ થવાની?”
૧૨ હા, આ દુષ્ટોનું જીવન એકદમ આસાન છે.+
તેઓની ધનદોલત વધતી ને વધતી જાય છે.+
૧૩ મેં શું કામ મારું દિલ શુદ્ધ રાખ્યું?
શું કામ મારા હાથ ધોઈને બતાવ્યું કે હું નિર્દોષ છું?+
૧૪ આખો દિવસ હું હેરાન-પરેશાન થતો.+
રોજ સવારે મને ઠપકો મળતો.+
૧૬ મેં જ્યારે એ સમજવાની કોશિશ કરી,
ત્યારે મારું દિલ દુભાયું.
૧૭ આખરે હું ઈશ્વરના ભવ્ય મંડપની અંદર ગયો
અને દુષ્ટોના ભાવિ પર વિચાર કર્યો.
૧૮ તમે તેઓને લપસણી જગ્યાએ મૂકો છો.+
તમે તેઓને બરબાદ થવા દો છો.+
૧૯ પળભરમાં તેઓનો વિનાશ થઈ જાય છે!+
તેઓનો અંત કેટલો ઝડપી, કેવો ભયાનક હોય છે!
૨૦ જેમ કોઈ માણસ જાગે અને પોતાનું સપનું ભૂલી જાય,
તેમ હે યહોવા, તમે જાગશો અને તેઓનો ત્યાગ કરશો.*
૨૨ મારા વિચારો વાજબી ન હતા અને મને સમજ ન હતી.
તમારી આગળ હું મૂર્ખ જાનવર જેવો હતો.
૨૩ પણ હવે હું સદા તમારી સાથે છું.
તમે મારો જમણો હાથ પકડી રાખ્યો છે.+
૨૫ સ્વર્ગમાં તમારા વિના મારું બીજું કોણ છે?
પૃથ્વી પર તમારા સિવાય હું કોઈની આશા રાખતો નથી.+
૨૬ મારાં તન-મન ભલે કમજોર થઈ જાય,
પણ ઈશ્વર મારો ખડક, મારા દિલની રક્ષા કરનાર અને કાયમ માટેનો મારો હિસ્સો છે.+
૨૭ જે લોકો તમારાથી દૂર દૂર રહે છે, તેઓનો તમે નાશ કરશો.
જેઓ બેવફા બનીને તમને તરછોડી દે છે, તે દરેકનો તમે અંત લાવશો.+
૨૮ પણ ઈશ્વરની નજીક આવવામાં મારું ભલું છે.+
મેં વિશ્વના માલિક યહોવામાં આશરો લીધો છે,
જેથી હું તેમનાં બધાં કામો જાહેર કરું.+