ગીતશાસ્ત્ર
ચઢવાનું ગીત.
૧૩૦ હે યહોવા, હું ઊંડાણમાંથી તમને પોકારું છું.+
૨ હે યહોવા, મારો સાદ સાંભળો.
મદદ માટેની મારી વિનંતીઓને કાન ધરો.
૫ હું યહોવામાં આશા રાખું છું, મારું રોમેરોમ તેમનામાં આશા રાખે છે.
હું તેમના વચનની રાહ જોઉં છું.
૬ ચોકીદારો સવાર થવાની રાહ જુએ,+
હા, તેઓ સવાર થવાની રાહ જુએ,
એના કરતાં વધારે હું યહોવાની રાહ જોઉં છું.+
૭ હે ઇઝરાયેલ, યહોવાની રાહ જો,
કેમ કે યહોવા વફાદાર હોવાથી પ્રેમ બતાવે છે.+
તેમની પાસે છોડાવવાની અપાર શક્તિ છે.
૮ તે ઇઝરાયેલીઓને તેઓનાં સર્વ પાપમાંથી છોડાવશે.