ગીતશાસ્ત્ર
૧૪૮ યાહનો જયજયકાર કરો!*
સ્વર્ગમાંથી યહોવાની સ્તુતિ કરો,+
ઊંચાણમાંથી તેમની સ્તુતિ કરો.
૨ તેમના બધા સ્વર્ગદૂતો, તેમની સ્તુતિ કરો.+
તેમનાં બધાં સૈન્યો, તેમની સ્તુતિ કરો.+
૩ સૂર્ય અને ચંદ્ર, તેમની સ્તુતિ કરો.
ઝગમગતા સર્વ તારાઓ, તેમની સ્તુતિ કરો.+
૪ હે સૌથી ઊંચા આકાશ અને વરસાદી વાદળો,
તેમની સ્તુતિ કરો.
૫ તેઓ યહોવાના નામનો જયજયકાર કરો,
કેમ કે તેમણે આજ્ઞા કરી અને તેઓનું સર્જન થયું.+
૬ તે તેઓને સદાને માટે ટકાવી રાખે છે.+
તેમણે હુકમ કર્યો છે, જે કદી રદ થશે નહિ.+
૭ પૃથ્વી પરથી યહોવાની સ્તુતિ કરો.
હે મોટાં દરિયાઈ પ્રાણીઓ અને ઊંડા સાગરો,
૮ હે વીજળી, કરા, હિમ અને કાળાં વાદળો,
તેમનો પડ્યો બોલ ઝીલનાર આંધીઓ,+
ફળ આપતાં વૃક્ષો અને દેવદારનાં સર્વ વૃક્ષો,+
૧૦ હે જંગલી પ્રાણીઓ+ અને બધાં પાલતુ પ્રાણીઓ,
પેટે ચાલનાર પ્રાણીઓ અને ઊડતાં પક્ષીઓ,
૧૧ હે પૃથ્વીના રાજાઓ અને બધી પ્રજાઓ,
પૃથ્વીના અધિકારીઓ અને બધા ન્યાયાધીશો,+
૧૨ હે યુવકો અને યુવતીઓ,
વૃદ્ધો અને બાળકો, તમે સૌ તેમની સ્તુતિ કરો.
તેમનો મહિમા ધરતી અને આકાશથી ઘણો વધારે છે.+
૧૪ તે પોતાના લોકોનું બળ વધારશે,*
જેથી તેમના બધા વફાદાર લોકોને,
હા, તેમના ઇઝરાયેલી લોકોને સન્માન મળે, જેઓ તેમની નજીક છે.
યાહનો જયજયકાર કરો!*