ગીતશાસ્ત્ર
ચઢવાનું ગીત. દાઉદનું ગીત.
૧૨૨ તેઓએ મને કહ્યું, “ચાલો, આપણે યહોવાના મંદિરે જઈએ,”
ત્યારે મને ઘણી ખુશી થઈ.+
૨ હે યરૂશાલેમ, હવે તો અમારાં પગલાં
તારા દરવાજામાં પડ્યાં છે.+
૪ ઇઝરાયેલને અપાયેલા નિયમ પ્રમાણે,
યહોવાના નામનો આભાર માનવા
ઇઝરાયેલનાં કુળો, હા, યાહનાં* કુળો
ઉપર ચઢીને એ શહેરમાં ગયાં છે.+
૬ યરૂશાલેમની શાંતિ માટે પ્રાર્થના કરો.+
હે શહેર, તને ચાહનારાઓ સલામત રહેશે.
૭ તારી અડીખમ દીવાલોમાં કાયમ શાંતિ રહે,
તારા મજબૂત મહેલોમાં સલામતી રહે.
૮ મારા ભાઈઓ અને સાથીદારોને લીધે હું કહીશ:
“તારામાં શાંતિ ફેલાયેલી રહે.”
૯ આપણા ઈશ્વર યહોવાના મંદિરને લીધે+
હું તારા ભલા માટે પ્રાર્થના કરીશ.