યશાયા
૫૩ અમારી પાસેથી સાંભળેલા સંદેશા પર* કોણે ભરોસો કર્યો છે?+
યહોવાના હાથની તાકાત+ કોની આગળ જાહેર કરવામાં આવી છે?+
૨ તેની* આગળ તે ફણગાની જેમ,+ સૂકી ભૂમિમાં મૂળની જેમ ફૂટી નીકળશે.
તે ભારે ભપકા સાથે કે ગૌરવ સાથે આવતો નથી.+
આપણે તેને જોઈએ તો તેનો દેખાવ મન મોહી લે એવો નથી.
૩ માણસો તેને નફરત કરતા અને દૂર દૂર ભાગતા હતા.+
તે સારી રીતે જાણતો* હતો કે દુઃખ-દર્દ શું છે અને બીમારીઓ શું છે.
તેનો ચહેરો જાણે આપણાથી છુપાવી રાખવામાં આવ્યો.*
તેને નફરત કરવામાં આવી અને આપણે તેને નકામો ગણ્યો.+
૪ સાચે જ તેણે આપણી બીમારીઓ લઈ લીધી.+
આપણાં દુઃખો પોતાના માથે લઈ લીધાં.+
આપણે તો માન્યું કે ઈશ્વરે તેને સજા કરી, માર માર્યો અને દુઃખ આપ્યું.
૫ પણ આપણા ગુનાને લીધે+ તેને વીંધવામાં આવ્યો.+
આપણાં પાપોને લીધે તેને કચડવામાં આવ્યો.+
આપણને શાંતિ મળે એ માટે તેણે સજા ભોગવી.+
તેના જખમોથી આપણને સાજા કરવામાં આવ્યા.+
પણ યહોવાએ આપણા બધાનાં પાપ તેના માથે નાખ્યાં.+
૭ તેના પર જુલમ થયો+ અને તેણે બધું સહન કરી લીધું.+
પણ તેણે પોતાનું મોં ખોલ્યું નહિ.
ઘેટાની જેમ તેને કતલ કરવા લઈ જવામાં આવ્યો.+
ઘેટી જેમ ઊન કાતરનારની આગળ મૂંગી રહે,
એમ તેણે પોતાનું મોં ખોલ્યું નહિ.+
૮ જુલમ અને ભારે અન્યાયને લીધે તેનું જીવન લઈ લેવામાં આવ્યું.*
પણ તેના જીવન* વિશે જાણવાની કોણે તસ્દી લીધી?
દુનિયામાંથી* તેનું જીવન ટૂંકાવી દેવામાં આવ્યું.+
મારા લોકોના દોષને લીધે તેને સજા ફટકારવામાં આવી.*+
૧૦ પણ યહોવાની ઇચ્છા* હતી કે તેને કચડવામાં આવે અને તેમણે તેના પર દુઃખ આવવા દીધું.
તેના દ્વારા યહોવાના દિલની તમન્ના* પૂરી થશે.+
૧૧ દુઃખો સહન કરીને તે પોતાની મહેનતનાં ફળ જોશે અને સંતોષ પામશે.
આટલું બધું સહન કરીને* મારો નેક સેવક,+
ઘણા લોકોને નેક બનવા મદદ કરશે+
અને તેઓનાં પાપ પોતાના માથે લઈ લેશે.+
૧૨ એ કારણે હું તેને ઘણા લોકોમાં હિસ્સો આપીશ.
તે લૂંટમાંથી શૂરવીરોને ભાગ વહેંચી આપશે.