ગીતશાસ્ત્ર
સંગીત સંચાલક માટે સૂચન. દાઉદનું ગીત.
૩૧ હે યહોવા, મેં તમારામાં આશરો લીધો છે.+
મારે શરમાવું પડે એવું ક્યારેય થવા ન દેતા.+
મને બચાવો, કેમ કે તમે સચ્ચાઈ ચાહનારા છો.+
૨ મારી તરફ તમારો કાન ધરો.*
મને બચાવવા ઉતાવળે આવો.+
મારો મજબૂત ગઢ બનો,
મને બચાવવા કિલ્લો બનો.+
૩ તમે મારો ખડક, મારો કિલ્લો છો.+
તમારા નામને લીધે,+ તમે જરૂર મને માર્ગ બતાવશો અને એના પર દોરશો.+
૫ મારું જીવન હું તમારા હાથમાં સોંપું છું.+
હે યહોવા, સત્યના ઈશ્વર,*+ તમે મને છોડાવ્યો છે.
૬ નકામી અને વ્યર્થ મૂર્તિઓને પૂજતા લોકોને હું ધિક્કારું છું.
પણ હું તો યહોવા પર ભરોસો રાખું છું.
તમે મારાં દુઃખો જોયાં છે.
૮ તમે મને દુશ્મનના હાથમાં સોંપી દીધો નથી,
પણ સલામત જગ્યાએ ઊભો રાખ્યો છે.
૯ હે યહોવા, મારા પર રહેમ કરો, કારણ કે હું તકલીફમાં છું.
વેદનાને લીધે મારી આંખો ઝાંખી થઈ છે,+ મારું આખું શરીર કમજોર થયું છે.+
મારી ભૂલને લીધે શક્તિ હણાઈ ગઈ છે.
મારાં હાડકાં નબળાં પડતાં જાય છે.+
૧૧ મારા બધા વેરીઓ, ખાસ કરીને આસપાસના લોકો
મારી મજાક-મશ્કરી કરે છે.+
મારા ઓળખીતાઓ મારાથી ડરે છે.
મને બહાર જોતા જ તેઓ બીજી બાજુ સરકી જાય છે.+
૧૨ તેઓનાં દિલમાં* મારા માટે કોઈ જગ્યા નથી,
હું મરણ પામ્યો હોઉં એમ, તેઓ મને ભૂલી ગયા છે.
હું એક ફૂટેલા માટલા જેવો છું.
૧૩ મેં ઘણી અફવાઓ સાંભળી છે.
મારા પર ભય છવાઈ જાય છે.+
તેઓ સંપીને મારી સામે ભેગા થાય છે
અને મને ખતમ કરી નાખવાનું કાવતરું ઘડે છે.+
૧૪ પણ હે યહોવા, હું તમારા પર ભરોસો રાખું છું.+
હું જાહેર કરું છું: “તમે જ મારા ભગવાન છો!”+
૧૫ મારું જીવન તમારા હાથમાં છે.
મારા દુશ્મનો અને જુલમ કરનારાઓના હાથમાંથી મને બચાવો.+
૧૬ તમારા મુખનું તેજ* આ સેવક પર ઝળહળવા દો.+
તમારા અતૂટ પ્રેમને લીધે મને બચાવો.
૧૭ હે યહોવા, હું તમને વિનંતી કરું છું, મારી લાજ ન જાય.+
૧૮ જૂઠું બોલનારા લોકો મૂંગા બને,+
જેઓ નેક માણસ વિરુદ્ધ અભિમાન અને નફરતથી બડાઈ મારે છે.
તમારો ડર રાખનારાઓ માટે તમે એ સંઘરી રાખો છો.+
તમારામાં આશરો લેનારા પર, બધાના દેખતાં તમે ભલાઈ વરસાવો છો.+
૨૦ તમે તેઓને લોકોનાં કાવતરાંથી બચાવવા,
તમારી છત્રછાયામાં રક્ષણ આપશો.+
તમે તેઓને ઝઘડાખોરોથી છોડાવવા,
તમારા આશ્રયમાં છુપાવી રાખશો.+
૨૨ હું ગભરાઈને બોલી ઊઠ્યો હતો:
“તમારી આગળથી હવે મારો નાશ થઈ જશે.”+
પણ મેં મદદ માટે પોકાર કર્યો અને તમે મારી વિનંતી સાંભળી.+
૨૩ યહોવાના બધા વફાદાર ભક્તો, તેમને પ્રેમ કરો!+
૨૪ યહોવાની રાહ જોનારા બધા ભક્તો, હિંમત રાખો!+
તમારું મન મક્કમ કરો!+