અયૂબ
૨૬ અયૂબે જવાબ આપ્યો:
૨ “નિર્બળોને તો તેં ઘણી મદદ કરી છે ને!
કમજોર હાથોને તેં બળવાન કર્યા છે!+
૩ અબુધને તેં બહુ સલાહ આપી છે!+
તેં તારી બુદ્ધિનું કેટલું* પ્રદર્શન કર્યું છે!
૪ હવે, શું તું મને શીખવવાની કોશિશ કરે છે?
તારા મનમાં આ વિચારો કોણે મૂક્યા?*
૫ મરણના બંધનમાં જકડાયેલાઓ થરથર કાંપે છે;
તેઓ તો સમુદ્ર અને એમાં રહેનારાઓ કરતાં પણ નીચે છે.
૭ તે આકાશને* ખાલી જગ્યામાં ફેલાવે છે,+
તે પૃથ્વીને કોઈ આધાર વગર અધ્ધર લટકાવે છે;
૮ તે પાણીને વાદળોમાં બાંધી રાખે છે,+
છતાં એના વજનથી વાદળો ફાટી જતાં નથી;
૯ તે પોતાના રાજ્યાસનને ઢાંકી દે છે,
તે એના પર પોતાનું વાદળ પાથરે છે.+
૧૧ તેમનો ઠપકો સાંભળીને આકાશના સ્તંભો હલી જાય છે;
હા, તેઓ ડરના માર્યા ધ્રૂજી ઊઠે છે.
૧૨ તે પોતાના સામર્થ્યથી સમુદ્રને ખળભળાવે છે,+
તે પોતાની બુદ્ધિથી સમુદ્રના મહાકાય પ્રાણીના* ટુકડા કરી નાખે છે.+
૧૩ પોતાની એક ફૂંકથી* તે આકાશને ચોખ્ખું કરે છે;
ઝડપથી સરકતા સાપને પણ તે પોતાના હાથથી વીંધી નાખે છે.
૧૪ જો! આ બધાં કામો તો માત્ર એક ઝલક છે;+
આપણે તો ફક્ત એ કામોનો ઝીણો ગણગણાટ સાંભળીએ છીએ!
તો પછી, તેમની ભયાનક ગર્જનાને કોણ સમજી શકે?”+