ગીતશાસ્ત્ર
સંગીત સંચાલક માટે સૂચન: “દૂર રહેતા શાંત કબૂતર” ગીતના સૂર પ્રમાણે ગાવું. દાઉદનું ગીત. મિખ્તામ.* પલિસ્તીઓએ દાઉદને ગાથમાં પકડ્યો એ વખતનું ગીત.+
૫૬ હે ભગવાન, મારા પર કૃપા કર, કેમ કે મામૂલી માણસો મારા પર હુમલો કરે છે.*
આખો દિવસ તેઓ મારી સાથે લડે છે અને મારા પર જુલમ ગુજારે છે.
૨ મારા વેરીઓ આખો દિવસ મને ફાડી ખાવા દોડે છે.
ઘણા લોકો ઘમંડી થઈને મારી વિરુદ્ધ લડે છે.
૩ મને ડર લાગે ત્યારે+ હું તારા પર ભરોસો રાખું છું.+
૪ ઈશ્વરના વચનને લીધે હું તેની સ્તુતિ કરું છું,
તેના પર મને પૂરો ભરોસો છે. હું કોઈથી ડરતો નથી.
મામૂલી માણસ મને શું કરી શકવાનો?+
૫ આખો દિવસ તેઓ મારા માટે નડતરો ઊભી કરે છે,
બસ મારું નુકસાન કરવાનું વિચારતા હોય છે.+
૬ હુમલો કરવા તેઓ લાગ તાકીને બેસે છે.
મારો જીવ લેવા,
તેઓ મારા પર ચાંપતી નજર રાખે છે.+
૭ તેઓની દુષ્ટતાને લીધે તેઓનો ત્યાગ કર.
હે ઈશ્વર, ક્રોધે ભરાઈને એ લોકોને સજા કર.+
૮ હું કેટલું ભટક્યો છું, એ તારી જાણ બહાર નથી.+
મારાં આંસુ તારી મશકમાં ભરી લે.+
શું એ બધું તારા પુસ્તકમાં નોંધેલું નથી?+
૯ હું મદદનો પોકાર કરીશ એ દિવસે મારા વેરીઓ પીછેહઠ કરશે.+
મને પૂરો વિશ્વાસ છે કે ઈશ્વર મારી સાથે છે.+
૧૦ ઈશ્વરના વચનને લીધે હું તેની સ્તુતિ કરું છું,
યહોવાના વચનને લીધે હું તેની સ્તુતિ કરું છું,
૧૧ તેના પર મને પૂરો ભરોસો છે. હું કોઈથી ડરતો નથી.+
મામૂલી માણસ મને શું કરી શકવાનો?+
૧૨ હે ભગવાન, તારી આગળ લીધેલી માનતાઓ હું પૂરી કરીશ.+
હું તારી આભાર-સ્તુતિ કરીશ.+
૧૩ તેં મને મોતના મોંમાંથી ઉગાર્યો છે.+