ગીતશાસ્ત્ર
સંગીત સંચાલક માટે સૂચન. દાઉદનું ગીત.
૧૯ આકાશો ઈશ્વરનું ગૌરવ જાહેર કરે છે.+
ગગન* તેમના હાથનાં કામો જણાવે છે.+
૨ દિવસ પછી દિવસ તેઓની વાણી ગુંજતી રહે છે,
રાત પછી રાત તેઓ જ્ઞાન પ્રગટ કરે છે.
૩ ન તો તેઓની વાણી સંભળાય,
ન કોઈ શબ્દ, ન કોઈ બોલ.
તેમણે આકાશમાં સૂર્ય માટે તંબુ તાણ્યો છે.
૫ સૂર્ય વરરાજાની જેમ પોતાના ઓરડામાંથી સજીધજીને નીકળે છે.
તે દોડવીરની જેમ પોતાની દોડમાં આનંદ માણે છે.
તેની ગરમીથી બધાને ફાયદો થાય છે.
૭ યહોવાનો નિયમ સંપૂર્ણ છે,+ એ તાજગી આપે છે.+
યહોવાનાં સૂચનો ભરોસાપાત્ર છે,+ એ નાદાનને* બુદ્ધિમાન બનાવે છે.+
૮ યહોવાના આદેશો સાચા છે, એ અંતરમાં આનંદ છલકાવે છે.+
યહોવાની આજ્ઞાઓ શુદ્ધ છે, એ નયનોમાં જ્યોતિ ઝળકાવે છે.+
૯ યહોવાનો ડર+ નિર્મળ છે, એ કાયમ ટકે છે.
યહોવાના ન્યાયચુકાદાઓ ખરા છે, એમાં જરાય ભેળસેળ નથી.+
તેઓ મધ કરતાં, હા, મધપૂડામાંથી ટપકતા મધ કરતાં પણ વધારે મીઠા છે.+
૧૧ તેઓથી તમારા ભક્તને ચેતવણી મળે છે.+
તેઓને પાળવાથી મોટું ઇનામ મળે છે.+
૧૨ પોતાની ભૂલોને કોણ પારખી શકે?+
અજાણતાં કરેલાં પાપથી મને નિર્દોષ ઠરાવો.