નીતિવચનો
૪ બુદ્ધિને કહે, “તું મારી બહેન છે,”
સમજણને કહે, “તું મારી સગી છે,”
૬ મારા ઘરની બારીમાંથી,
મારા ઘરના ઝરૂખામાંથી મેં નીચે જોયું.
૭ ત્યારે મારું ધ્યાન અમુક ભોળા* લોકો પર ગયું.
મારી નજર એક યુવાન પર પડી.
તેનામાં જરાય અક્કલ ન હતી.+
૮ તે એક રસ્તા પર થઈને જતો હતો,
જેના નાકે એક સ્ત્રી રહેતી હતી.
એ સ્ત્રીના ઘર તરફ તે આગળ વધ્યો.
૧૦ પછી મેં જોયું તો એ સ્ત્રી પેલા યુવાનને મળવા આવી,
તેણે વેશ્યા જેવાં* કપડાં પહેર્યાં હતાં,+ તેનું દિલ કપટથી ભરેલું હતું.
૧૧ તે બોલકણી, બેશરમ અને નફ્ફટ હતી.+
તેના પગ બે ઘડી પણ ઘરમાં ટકતા ન હતા.
૧૨ ક્યારેક તે બહાર હોય, તો ક્યારેક ચોકમાં.
શિકારની શોધમાં તે ખૂણે ખૂણે ભટકતી.+
૧૩ તેણે પેલા યુવાનને પકડ્યો અને તેને ચુંબન કર્યું.
તે સ્ત્રીએ બેશરમ બનીને કહ્યું:
૧૪ “મારે શાંતિ-અર્પણો* ચઢાવવાનાં હતાં.+
આજે મેં મારી માનતા પૂરી કરી.
૧૫ એટલે હું તને મળવા આવી.
હું તને જ શોધતી હતી અને તું મળી ગયો!
૧૭ મેં બોળ,* અગર* અને તજમાંથી બનાવેલાં અત્તર છાંટીને મારા પલંગને ખુશબોદાર કર્યો છે.+
૧૮ ચાલ, સવાર સુધી પ્રેમના પ્યાલામાંથી પીતાં રહીએ,
એકબીજાના પ્રેમમાં ડૂબી જઈએ.
૧૯ મારો પતિ ઘરે નથી,
તે લાંબી મુસાફરીએ ગયો છે.
૨૦ તે પૈસાની થેલી લઈને ગયો છે,
છેક પૂનમ સુધી પાછો આવવાનો નથી.”
૨૩ આખરે એ યુવાનનું કાળજું તીરથી વીંધાશે.
ફાંદામાં ફસાતા પક્ષીની જેમ તે પોતાનો જીવ ગુમાવશે અને તેને એની ખબર પણ નહિ પડે.+
૨૪ મારા દીકરા,* મારું સાંભળ,
મારી વાત પર ધ્યાન આપ.
૨૬ તેણે ઘણાને મોતના મોંમાં ધકેલ્યા છે.+
તેના લીધે ઘણા લોકો માર્યા ગયા છે.+