યોહાન
૨ પછી ત્રીજા દિવસે ગાલીલના કાના ગામમાં લગ્નની મિજબાની હતી. ઈસુની મા ત્યાં હતી. ૨ ઈસુ અને તેમના શિષ્યોને પણ લગ્નની મિજબાનીમાં બોલાવવામાં આવ્યા હતા.
૩ દ્રાક્ષદારૂ ખૂટી ગયો ત્યારે, ઈસુની માએ તેમને કહ્યું: “તેઓ પાસે દ્રાક્ષદારૂ નથી.” ૪ પણ ઈસુએ કહ્યું: “આપણે શા માટે ચિંતા કરીએ?* હજુ મારો સમય આવ્યો નથી.” ૫ ઈસુની માએ ચાકરોને કહ્યું: “તે જે કંઈ કહે એ કરજો.” ૬ ત્યાં પાણી માટે પથ્થરની છ કોઠીઓ હતી, જે યહૂદી નિયમો પ્રમાણે તેઓને શુદ્ધ થવા માટે હતી.+ એ દરેકમાં આશરે ૪૪થી ૬૬ લિટર* પાણી ભરી શકાતું. ૭ ઈસુએ તેઓને કહ્યું: “કોઠીઓ પાણીથી ભરી દો.” એટલે તેઓએ કોઠીઓ છલોછલ ભરી દીધી. ૮ પછી તેમણે તેઓને કહ્યું: “હવે એમાંથી થોડું કાઢીને મિજબાનીના કારભારી પાસે લઈ જાઓ.” એટલે તેઓ એ લઈ ગયા. ૯ મિજબાનીના કારભારીએ પાણી ચાખ્યું, જે હવે દ્રાક્ષદારૂ બની ગયું હતું. તેને ખબર ન હતી કે એ ક્યાંથી આવ્યું છે (પણ પાણી કાઢી લાવનારા ચાકરો એ જાણતા હતા). મિજબાનીના કારભારીએ વરરાજાને બોલાવ્યો. ૧૦ કારભારીએ કહ્યું: “લોકો સારો દ્રાક્ષદારૂ પહેલા આપે છે અને બધા પીધેલા થાય પછી હલકા પ્રકારનો દ્રાક્ષદારૂ આપે છે. તેં તો એકદમ સારો દ્રાક્ષદારૂ હમણાં સુધી રાખી મૂક્યો છે.” ૧૧ આ રીતે ઈસુએ પોતાના ચમત્કારોની શરૂઆત ગાલીલના કાના ગામમાં કરી અને પોતાની શક્તિ બતાવી.+ તેમના શિષ્યોએ તેમનામાં શ્રદ્ધા મૂકી.
૧૨ એ પછી ઈસુ, તેમની મા, તેમના ભાઈઓ+ અને તેમના શિષ્યો કાપરનાહુમ ગયા.+ પણ તેઓ ત્યાં બહુ દિવસો રોકાયા નહિ.
૧૩ યહૂદીઓનો પાસ્ખાનો* તહેવાર+ નજીક હતો અને ઈસુ યરૂશાલેમ ગયા. ૧૪ મંદિરમાં તેમણે ઢોર, ઘેટાં અને કબૂતર વેચનારા જોયા.+ તેમણે ત્યાં નાણાં બદલનારાઓને બેઠકો પર બેઠેલા જોયા. ૧૫ તેમણે દોરડાંનો ચાબુક બનાવીને વેપારીઓને તેઓનાં ઘેટાં અને ઢોરની સાથે મંદિરમાંથી બહાર કાઢી મૂક્યા. તેમણે નાણાં બદલનારાઓના સિક્કા વેરી નાખ્યા અને તેઓની મેજો ઊથલાવી નાખી.+ ૧૬ તેમણે કબૂતર વેચનારાઓને કહ્યું: “આ બધું અહીંથી લઈ જાઓ! મારા પિતાના ઘરને બજાર* ન બનાવો!”+ ૧૭ તેમના શિષ્યોને યાદ આવ્યું કે આમ લખેલું છે: “તમારા મંદિર માટેનો ઉત્સાહ મને કોરી ખાય છે.”+
૧૮ એ જોઈને યહૂદીઓએ ઈસુને કહ્યું, “તને આ બધું કરવાનો અધિકાર છે, એની કોઈ નિશાની બતાવ.”+ ૧૯ ઈસુએ તેઓને જવાબ આપ્યો: “આ મંદિર તોડી પાડો અને ત્રણ દિવસમાં હું એને પાછું ઊભું કરીશ.”+ ૨૦ યહૂદીઓએ કહ્યું: “આ મંદિરને બાંધતા ૪૬ વર્ષ લાગ્યાં હતાં અને શું તું એને ત્રણ દિવસમાં ઊભું કરીશ?” ૨૧ પણ તે મંદિર કહીને પોતાના શરીરની વાત કરતા હતા.+ ૨૨ ઈસુને મરણમાંથી જીવતા કરવામાં આવ્યા ત્યારે, તેમના શિષ્યોને યાદ આવ્યું કે એ વિશે તેમણે અનેક વાર કહ્યું હતું.+ તેઓએ શાસ્ત્રવચનમાં અને ઈસુએ જે કહ્યું હતું એમાં વિશ્વાસ કર્યો.
૨૩ પાસ્ખાના તહેવારના સમયે ઈસુ યરૂશાલેમમાં હતા. તેમના ચમત્કારો જોઈને ઘણા લોકોએ તેમના નામમાં શ્રદ્ધા મૂકી. ૨૪ પણ ઈસુએ તેઓ પર વધારે પડતો ભરોસો મૂક્યો નહિ, કારણ કે તે બધાને જાણતા હતા. ૨૫ કોઈ તેમને લોકોના વિચારો જણાવે એની તેમને જરૂર ન હતી, કેમ કે તેમને ખબર હતી કે લોકોનાં દિલમાં શું છે.+