ચઢવાનું ગીત. દાઉદનું ગીત.
૧૩૧ હે યહોવા, નથી મારા દિલમાં અભિમાન,
કે નથી મારી આંખોમાં ગુમાન.+
નથી જોતો હું મોટાં મોટાં સપનાં,+
કે નથી ઇચ્છતો એવી વસ્તુઓ જે મારા ગજા બહાર છે.
૨ જેમ માની ગોદમાં નાનું બાળક શાંત હોય છે,
તેમ મેં મારા મનને શાંત અને ચૂપ કરી દીધું છે.+
નાના બાળકની જેમ મને સંતોષ છે.
૩ હે ઇઝરાયેલ, યહોવાની રાહ જો,+
આજથી લઈને યુગોના યુગો સુધી રાહ જો.