ગીતશાસ્ત્ર
દાઉદનું ગીત.
૨૪ પૃથ્વી અને એમાંનું બધું જ યહોવાનું છે.+
ધરતી અને એના પર રહેનારા તેમના છે.
૨ તેમણે સમુદ્રો પર પૃથ્વીનો મજબૂત પાયો નાખ્યો છે+
અને નદીઓ પર એને સ્થિર કરી છે.
૩ યહોવાના પર્વત પર કોણ ચઢી શકશે?+
તેમના પવિત્ર સ્થાનમાં કોણ ઊભો રહી શકશે?
૪ ફક્ત એ જ જેના હાથ શુદ્ધ છે અને જેનું દિલ સાફ છે,+
જેણે મારા* જૂઠા સમ ખાધા નથી,
જેણે જૂઠા સોગંદ લીધા નથી.+
૬ હે યાકૂબના ઈશ્વર, આ પેઢી તમારું માર્ગદર્શન શોધે છે,
તેઓ તમારી કૃપા* શોધે છે. (સેલાહ)
૮ આ ગૌરવવાન રાજાધિરાજ કોણ છે?
૧૦ આ ગૌરવવાન રાજાધિરાજ કોણ છે?