“મૂલ્યવાન જ્ઞાનની શોધ”
નાઇજીરિયા, લોગોસના ધન્યૂઝ સામયિકમાં કામ કરતા એક માણસે, એ દેશની યહોવાહના સાક્ષીઓની શાખા કચેરીને લખ્યું, અને સજાગ બનો!ને ઉપરના શબ્દમાં વર્ણવ્યું. તેણે સમજાવ્યું:
“દરેક સમયે હું સજાગ બનો!ની પ્રત વાંચું છું ત્યારે, તમને લખવાની મને ઉત્કંઠા થાય છે. પરંતુ ઘણી વાર, હું પત્ર લખવાની શરૂઆત જ કરતો હોઉં ત્યારે, બીજી એના જેવી જ સરસ, હકીકતમાં એનાથી પણ વધારે સરસ સામયિકની પ્રત આવી હોય છે અને મને ફરીથી મોહિત કરી નાખે છે.
“આ બધાનો ચાવીરૂપ મહત્ત્વનો મુદ્દો શું છે? મારા મનમાં સજાગ બનો!, એક મૂલ્યવાન જ્ઞાનનો ખજાનો છે. મેં ભાગ્યે જ આવું પ્રકાશન જોયું છે કે જે આટલું મૂલ્યવાન, આટલું સુંદર, આટલું સપ્રમાણ અને આટલું કુશળતાપૂર્વક બનાવવામાં આવ્યું હોય. એ માણસજાતને અમૂલ્ય ભેટ છે.
“હું હૃદયપૂર્વક આ કહેવાનું ઇચ્છું છું: તમારો ખૂબ ખૂબ આભાર. આવું અદ્ભુત કામ કરવાનું ચાલુ રાખો.”
અમને વિશ્વાસ છે કે સજાગ બનો!માંથી તમે પણ લાભ મેળવી શકશો. તમે પોતે પણ એક પ્રત મેળવવા માંગતા હોવ કે કોઈ તમારા ઘરે આવી તમારી સાથે બાઇબલની ચર્ચા કરે એવું ઇચ્છતા હોવ તો, કૃપા કરી Praharidurg Prakashan Society, Plot A/35 Nr Industrial Estate, Nangargaon, Lonavla 410 401, Mah., અથવા પાન ૫ પરના યોગ્ય સરનામે લખો.