આનો રચનાર કોણ?
તૂતવારીની દિશાસૂચક ક્ષમતા
માણસ કલ્પના પણ ન કરી શકે એવું સ્થળાંતર તૂતવારી (બાર-ટેઈલ્ડ ગોડવીટ) કરે છે. આ પક્ષી ૧૧,૦૦૦ કિલોમીટર લાંબી મુસાફરી આંઠેક દિવસમાં પૂરી કરે છે.
જાણવા જેવું: સંશોધકોને જોવા મળ્યું છે કે, અમુક પ્રકારના પક્ષીઓ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને આધારે દિશા પારખે છે. જાણે એમના મગજમાં કોઈ દિશાસૂચક યંત્ર હોય! એ પણ શક્ય છે કે આ પક્ષી દિવસે સૂર્ય અને રાત્રે તારાઓને આધારે દિશાસંકેત મેળવતું હોય. વધુમાં, લાગે છે કે તૂતવારી આવનાર વાવાઝોડાંને પારખી લે છે, જેથી એના પવનનો ફાયદો ઉઠાવી સહેલાઈથી ઊડી શકે. જોકે, તૂતવારીની આ અદ્ભૂત મુસાફરીની વિગતો નિષ્ણાતોને ચોંકાવી દે છે. જીવવૈજ્ઞાનિક બૉબ ગીલ કહે છે, ‘હું ૨૦ વર્ષથી એના પર અભ્યાસ કરી રહ્યો છું. એની વિગતોથી હું હજી પણ છક થઈ જઉં છું.’
વિચારવા જેવું: તૂતવારીની આ દિશાસૂચક ક્ષમતા શું પોતાની મેળે આવી કે પછી એનો કોઈ રચનાર છે? (g13-E 01)
[પાન ૧૬ પર ચિત્ર]
[ક્રેડીટ લાઈન]
Photo: Courtesy Grandpa@50