૩૬
“ઈશ્વરે જેને જોડ્યું છે”
૧. ઈશ્વરનો સાથ લઈને
પ્રેમથી પતિ કહે
તને પ્રેમ હર પલ કરું
જીવનભર સાથ આપું
સાચા પ્રેમની આ દોરી
કદી તૂટે નહિ
(ટેક)
યહોવા તો કહે છે
આ બંધન ન તૂટે
૨. ઈશ્વરનો સાથ લઈને
પ્રેમથી પત્ની કહે
ઈશ્વરના બોલ હું ગૂંથીશ
દોર પ્રેમની હું વણીશ
સજાવીશ હું આ ઘરને
મારા પ્યારના રંગે
(ટેક)
યહોવા તો કહે છે
આ બંધન ન તૂટે
(ઉત. ૨:૨૪; સભા. ૪:૧૨; એફે. ૫:૨૨-૩૩ પણ જુઓ.)