ગીત ૧૩૭
હિંમતનું વરદાન દે
તારા નામનો હે યહોવા
અમે જયજયકાર કર્યે
સાંભળીને સંદેશો તારો
નિંદા દુશ્મનો કરે
કોઈથી અમે ન ડર્યે
યહોવા દે તું સાથ અમને
હિંમતનું વરદાન દે યહોવા
દુઆ તને અમે કર્યે
(ટેક)
હિંમત આપ સૌને કહેવાની
ડર પર અપાવ જીત અમને
આપ તું શક્તિ અને ભક્તિ
આખા જગને સંભળાવ્યે
કે આરમાગેદન છે નજીક
એ દિવસ આવે ત્યાં સુધી
હિંમત આપ સૌને કહેવાની
એ છે દુઆ
તને ખબર છે યહોવા
ધૂળના બનેલા અમે
અમે થાકી જઈએ ત્યારે
તું વિસામો આપે છે
ઘણા અમને ધમકાવે
ડરાવે છે ઘણા અમને
યહોવા મદદ કર તું અમને
હિંમતથી નામ તારું લઈએ
(ટેક)
હિંમત આપ સૌને કહેવાની
ડર પર અપાવ જીત અમને
આપ તું શક્તિ અને ભક્તિ
આખા જગને સંભળાવ્યે
કે આરમાગેદન છે નજીક
એ દિવસ આવે ત્યાં સુધી
હિંમત આપ સૌને કહેવાની
એ છે દુઆ
(૧ થેસ્સા. ૨:૨; હિબ્રૂ ૧૦:૩૫ પણ જુઓ.)