ગીત ૧૩૯
યહોવા તમને સાચવી રાખે
કોઈ ઝાલે હાથ જો યહોવાનો
દિલ આપણું ખુશ થઈ જાય છે
હાથ પકડી યહોવાનો રાખે
ચાલે છે તેની સાથે
(ટેક)
યહોવા વિનંતી કરʼયે
ઈસુ દ્વારા બંદગી કરʼયે
તેઓને તું ગોદમાં રાખે
સાચવી રાખે
તું દરેકને સાચવી, રાખે
રોજે રોજ અરજ અમે કરʼયે
તેઓની શ્રદ્ધા વધે
પાર કરે તેઓ કસોટીને
પ્રકાશમાં તારા રહે
(ટેક)
યહોવા વિનંતી કરʼયે
ઈસુ દ્વારા બંદગી કરʼયે
તેઓને તું ગોદમાં રાખે
સાચવી રાખે
તું દરેકને સાચવી, રાખે
ભરોસો તારા પર રાખીને
ઈસુને પગલે ચાલે
કદી ન હિંમત તેઓ હારે
જીવનની દોડ સૌ જીતે
(ટેક)
યહોવા વિનંતી કરʼયે
ઈસુ દ્વારા બંદગી કરʼયે
તેઓને તું ગોદમાં રાખે
સાચવી રાખે
તું દરેકને સાચવી, રાખે
(લુક ૬:૪૮; પ્રે.કૃ. ૫:૪૨; ફિલિ. ૪:૧ પણ જુઓ.)