ભાગ ચાર
“મારા પવિત્ર નામ માટે હું પૂરી તાકાતથી લડીશ”—શુદ્ધ ભક્તિ પર હુમલો, છતાં ટકી રહી
ઝલક: યહોવા પોતાના લોકોને મોટી વિપત્તિમાંથી બચાવી લે છે
ખરું કે યહોવા લોકોને બહુ પ્રેમ કરે છે, છતાં તેઓના કામોનો હિસાબ પણ લે છે. ઘણા લોકો યહોવાની ભક્તિ કરવાનો દાવો કરે છે. પણ તેઓ નીચ કામો કરીને બેવફા બને છે. એ જોઈને યહોવાને કેવું લાગે છે? મોટી વિપત્તિમાંથી કોને બચાવવા અને કોને નહિ, એ યહોવા કઈ રીતે નક્કી કરશે? યહોવા પ્રેમના સાગર છે. તો પછી કેમ તે લાખો દુષ્ટ લોકોનો નાશ કરશે?