ખરો ખ્રિસ્તી પ્રેમ
ત્રિનિદાદમાં રહેતા બાર્થોલોમ્યુ કુટુંબના ઘરને આગ લાગી. તેમનું બધું જ રાચરચીલું બળીને ખાખ થઈ ગયું. તેઓના ઘર નજીક રહેતા એક સંબંધી તેઓને પોતાના ઘરે લઈ ગયા, પણ એનાથી કંઈ વાત પૂરી થઈ ગઈ નહિ.
ઓલિવ બાર્થોલોમ્યુ યહોવાહની એક સાક્ષી છે. તેના અને આજુબાજુના મંડળના ભાઈબહેનો તેના ઘરનું ફરીથી બાંધકામ કરવા માટે ફાળો આપવા લાગ્યા. પછી, બાંધકામ સમિતિ રચવામાં આવી અને તેઓની દેખરેખ હેઠળ ઘર ફરી બાંધવામાં આવ્યું. લગભગ ૨૦ જેટલા યહોવાહના સાક્ષીઓ અને કેટલાક પાડોશીઓ કામ કરવા આવ્યા. બાંધકામમાં ઘણાં યુવાનો પણ જોડાયા, અને બીજાઓ ચા-નાસ્તો બનાવીને લઈ આવ્યા.
ત્રિનિદાદના સન્ડે ગાર્ડિયન વર્તમાનપત્રના જણાવ્યા પ્રમાણે ઓલિવે કહ્યું કે “મારા કુટુંબને આ બધું સ્વપ્ન જેવું લાગે છે. તેઓ યહોવાહના સાક્ષી નથી, અને મારા પતિ તો હજુ પણ એ માની શકતા નથી.”
આ વિષે બાંધકામ પ્રૉજેક્ટના સંચાલકે ટૂંકમાં જણાવ્યું કે આ પ્રકારના કાર્યોથી સાચા ખ્રિસ્તીઓ ઓળખાઈ આવે છે. તેમણે કહ્યું કે “અમે ફક્ત ઘરેઘરે જઈને પ્રેમ વિષે પ્રચાર જ કરતા નથી. પરંતુ, અમે એને જીવનમાં લાગુ પાડવાનો પ્રયત્ન પણ કરીએ છીએ.”—યોહાન ૧૩:૩૪, ૩૫.
[પાન ૩૨ પર ચિત્ર]
ઓલિવ બાર્થોલોમ્યુ અને તેના પતિ