‘ધાર્મિક સ્વતંત્રતા માટે યહોવાહના સાક્ષીઓનો આભાર’
વર્તમાનપત્ર યુએસએ ટુડેનો એક લેખ કહે છે, “યહોવાહના સાક્ષીઓ આવે ત્યારે તેઓને જોતા જ પોતાનું બારણું બંધ કરતા પહેલાં વિચારો, કે થોડા જ સમય પહેલાં તેઓએ કેવી શરમજનક સતાવણી સહન કરી હતી અને આપણે જે ધાર્મિક સ્વતંત્રતાનો આનંદ માણીએ છીએ એમાં તેઓએ કેવો મોટો ભાગ ભજવ્યો છે.” યુનાઈટેડ સ્ટેટ્સમાં, ૧૯૪૦ના દાયકામાં યહોવાહના સાક્ષીઓની ધ્વજવંદન કરવાનો નકાર કરવા બદલ અને એના જેવા બીજાં ઘણાં કારણોસર સતાવણી કરવામાં આવી હતી.—નિર્ગમન ૨૦:૪, ૫.
વર્ષ ૧૯૩૮ અને ૧૯૪૩ની વચ્ચેના પાંચ વર્ષના સમયગાળામાં અમેરિકાની સર્વોચ્ચ અદાલતમાં યહોવાહના સાક્ષીઓના લગભગ ૩૦ કેસો આવ્યા હતા. લેખ કહે છે: “સાક્ષીઓએ વારંવાર ધર્મની સ્વતંત્રતાને લગતા કાયદામાં મહત્ત્વના સુધારા કરાવ્યા છે કે જે વિષે જજ હારલન ફીસ્ક સ્ટોને લખ્યું, ‘જનતાના અધિકારોને લાગતી વળગતી કાયદાકીય સમસ્યાઓને હલ કરવા માટે યહોવાહના સાક્ષીઓએ જે કર્યું છે એ માટે તેઓને બદલો મળવો જોઈએ.’”
છેવટે નિષ્કર્ષમાં લેખ જણાવે છે: “[ધાર્મિક] સ્વતંત્રતા મેળવવા માટે બધા ધર્મોએ યહોવાહના સાક્ષીઓનો આભાર માનવો જોઈએ.”
[પાન ૩૨ પર ચિત્રની ક્રેડીટ લાઈન્સ]
પાછળની ઇમારત: Photo by Josh Mathes, Collection of the Supreme Court of the United States; નીચે ડાબી બાજુ, ન્યાયાધીશો: Collection of the Supreme Court of the United States