મધ્ય આફ્રિકામાં તેઓ પરમેશ્વરના નામનો ઉપયોગ કરે છે
મધ્ય આફ્રિકાના મોટા ભાગના લોકો પરમેશ્વરમાં માને છે. પરમેશ્વર જ સર્વ વસ્તુઓના ઉત્પન્નકર્તા છે એમાં તેઓને કોઈ શંકા નથી. (પ્રકટીકરણ ૪:૧૧) તેમ છતાં, બીજા લોકોની જેમ તેઓ પણ પરમેશ્વરના વ્યક્તિગત નામ યહોવાહનો ઉપયોગ કરતા નથી.
દુનિયાના બીજા ભાગોના લોકોની જેમ, મધ્ય આફ્રિકાના લોકો પણ પ્રભુની પ્રાર્થનામાં “તારૂં નામ પવિત્ર મનાઓ” બોલે છે ત્યારે પરમેશ્વરના નામનો ઉલ્લેખ કરે છે. (માત્થી ૬:૯) પરંતુ, લાંબા સમયથી ફક્ત થોડા લોકો જ એ નામ જાણતા હતા. તેમ છતાં, ઘણાં વર્ષોથી યહોવાહના સાક્ષીઓની ઉત્સાહી પ્રચાર પ્રવૃત્તિથી લોકો પરમેશ્વરના નામનો ઉપયોગ કરવા માંડ્યા છે. આજે, આફ્રિકાના ઘણા ભાગોમાં લોકો પરમેશ્વરના નામથી જાણીતા થયા છે. જેમ કે ઝુલુમાં (જહોવા), યોરૂબામાં (જેહોફાહ), હૌસામાં (યેહોવા) અને સ્વાહીલીમાં (યેહોવા) પરમેશ્વરના નામનો ઉચ્ચાર કરવામાં આવે છે. તોપણ, આ ભાષાઓમાં હજુ મોટા ભાગના બાઇબલ ભાષાંતરો પરમેશ્વરના નામનો ઉપયોગ કરવાનું ટાળે છે.
મધ્ય આફ્રિકા પ્રજાસત્તાક, સુદાન અને કૉંગોના લોકશાહી પ્રજાસત્તાકના ભાગોમાં બોલાતી ઝાંડી ભાષાના એક બાઇબલ ભાષાંતરમાં પરમેશ્વરનું નામ મળી આવે છે. ત્યાંના લોકો પરમેશ્વરના નામનો ઉપયોગ કરે છે. તેઓ પોતાની ભાષામાં પરમેશ્વરના નામનો ઉચ્ચાર યેકોવા કરે છે. જોકે, જુદી જુદી ભાષાઓમાં પરમેશ્વરનું નામ કઈ રીતે લખવામાં આવે છે એ મહત્ત્વનું નથી. પરંતુ, એનો ઉપયોગ કરવો એ સૌથી મહત્ત્વનું છે. શા માટે? કારણ કે “જે કોઈ પ્રભુને [“યહોવાહને” NW] નામે વિનંતી કરશે તે તારણ પામશે.”—રૂમી ૧૦:૧૩.
[નકશા/પાન ૩૨ પર ચિત્ર]
(લેખને છપાયો છે એવો જોવા એ પ્રકાશનમાં જુઓ)
સુદાન
મધ્ય આફ્રિકા પ્રજાસત્તાક
કૉંગોનું લોકશાહી પ્રજાસત્તાક
[ક્રેડીટ લાઈન]
The Complete Encyclopedia of Illustration/J. G. Heck