બાળકોને સારા સંસ્કાર ક્યાંથી મળે?
ગ્લેડિસ નામના બહેન યહોવાહના એક સાક્ષી છે. તે આર્જેન્ટિનાના મૅન્ડોઝા શહેરની સ્કૂલમાં નોકરી કરે છે. એક દિવસ સ્કૂલના એક ટીચર ચોથા ધોરણના બાળકો સાથે બાઇબલ વાર્તાઓનું મારું પુસ્તકમાંથીa વાંચતાં હતાં. ગ્લેડિસ બાજુમાં જ હતા, એટલે તેમણે એ સાંભળ્યું. પછી ગ્લેડિસે ટીચરને મળીને સમજાવ્યું કે એ પુસ્તકમાંથી કેવી રીતે વધારે લાભ મેળવી શકાય. ટીચરને લાગ્યું કે તેમની વાત સાચી છે. એટલે ટીચર ચાહતા હતા કે દરરોજ ક્લાસમાં આ પુસ્તક વંચાવું જોઈએ. પરંતુ એ માટે ટીચરે હેડમાસ્ટરની પરમિશન લેવાની જરૂર હતી. પરમિશન મળી ત્યારે ટીચર બહુ ખુશ થઈ ગયા.
સ્કૂલમાં એક પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો. એમાં બાળકોને ઉત્તેજન આપવામાં આવ્યું કે તેઓએ વધારે વાંચન કરવું જોઈએ. એ પ્રોગ્રામમાં ટીચરે ક્લાસના દરેક સ્ટુડન્ટને એ પુસ્તકમાંથી એક અધ્યાય બધાં સામે જોશથી વાંચી સંભળાવવા કહ્યું. એમ કરવાથી સ્કૂલનું સારું નામ થયું. આ વિષે એક ટી.વી. પ્રોગ્રામે ટીચરનું ઇન્ટરવ્યૂ લીધું. ટીચરને પૂછ્યું કે ‘સ્ટુડન્ટ્સ સારી રીતે વર્તે એ માટે તમે શું કરો છો?’ ટીચરે જણાવ્યું કે ‘બાઇબલ વાર્તાઓનું મારું પુસ્તક ક્લાસમાં વાપરું છું. જોકે હું આનાથી કોઈ ધર્મ વિષે નથી શીખવતી. પણ એનાથી બાળકોને સારા સંસ્કાર શીખવું છું. જેમ કે માબાપનું કહેવું માનવું. બીજાને માન આપવું. ધીરજ બતાવવી. સંપીને કામ કરવું. એકબીજાને મદદ કરવી.’ એ સાંભળીને બધાંને લાગ્યું કે બાળકો આવા સંસ્કાર કેળવે તો કેવું સારું!
તમારાં બાળકો પણ આવા સારા સંસ્કાર શીખે એવું ઇચ્છો છો? તો આ સરસ બાઇબલ વાર્તાઓનું મારું પુસ્તક તમે પણ મેળવી શકો છો. એ માટે કોઈ પણ યહોવાહના સાક્ષીઓને મળો. (w 07 7/1)
[Footnote]
a યહોવાહના સાક્ષીઓએ બહાર પાડ્યું છે.