બાઇબલમાંથી શીખો
શા માટે ઈશ્વર પાસેથી શીખવું?
આ લેખમાં જે સવાલો છે એ કદાચ તમને પણ થયા હશે. એના જવાબો બાઇબલમાંથી આપવામાં આવ્યા છે. યહોવાહના સાક્ષીઓને આ વિષે તમારી સાથે વાત કરવાનું ગમશે.
૧. શા માટે ઈશ્વર પાસેથી શીખવું?
ઈશ્વરે આપણને ખુશખબરનો સંદેશ બાઇબલમાં આપ્યો છે. બાઇબલ જાણે પ્રેમાળ પિતાએ લખેલા પત્ર જેવું છે.—યિર્મેયાહ ૨૯:૧૧ વાંચો.
૨. ખુશખબર શું છે?
કોઈ રાજા કે નેતા આપણને ક્યારેય હિંસા, અન્યાય, બીમારી કે મરણથી રાહત આપી શકતા નથી. એટલે આપણને એક સારી સરકારની જરૂર છે. ફક્ત ઈશ્વરની સરકાર જ બધાં દુ:ખ-તકલીફો મિટાવી દેશે. શું આ ખુશખબર નથી!—દાનીયેલ ૨:૪૪ વાંચો.
૩. ઈશ્વર પાસેથી શીખવું કેમ મહત્ત્વનું છે?
જેઓ દુ:ખ-તકલીફ માટે જવાબદાર છે તેઓને જલદી જ ઈશ્વર કાઢી નાખશે. તે હાલમાં લાખો નમ્ર લોકોને પ્રેમના માર્ગમાં દોરીને બાઇબલમાંથી સારું જીવન જીવતા શીખવી રહ્યા છે. જીવનની મુશ્કેલીઓને કેવી રીતે સહેવી, સાચી ખુશી ક્યાંથી મેળવવી અને કેવી ભક્તિ કરવી જેથી ઈશ્વર પ્રસન્ન થાય એ પણ શીખી રહ્યા છે.—સફાન્યાહ ૨:૩ વાંચો.
૪. બાઇબલ કોના તરફથી છે?
બાઇબલ ૬૬ નાના પુસ્તકોનું બનેલું છે. આશરે ૪૦ વ્યક્તિઓએ એ લખ્યું હતું. પહેલા પાંચ પુસ્તકો આશરે ૩,૫૦૦ વર્ષ અગાઉ મુસાએ લખ્યાં હતાં. છેલ્લું પુસ્તક ઈશ્વરભક્ત યોહાને લગભગ ૧,૯૦૦ વર્ષ પહેલાં લખ્યું હતું. લેખકોએ પોતાના નહિ પણ ઈશ્વરના વિચારો લખ્યા છે. એટલે બાઇબલ ખરેખર ઈશ્વર તરફથી છે.—૨ તીમોથી ૩:૧૬; ૨ પીતર ૧:૨૧ વાંચો.
બાઇબલ ચોકસાઈથી ભવિષ્ય વિષે જણાવે છે. જ્યારે કે માણસો માટે એ શક્ય નથી. તેથી આપણને પૂરો ભરોસો છે કે એ ઈશ્વર તરફથી છે. (યશાયાહ ૪૬:૯, ૧૦) બાઇબલ વાંચવાથી તમને ઈશ્વરનો અપાર પ્રેમ દેખાય આવશે. બાઇબલમાં એટલી તાકાત છે કે લોકોનું જીવન બદલી શકે છે. આ બધા કારણોથી લાખો લોકોને ભરોસો છે કે બાઇબલ ઈશ્વર તરફથી છે.—યહોશુઆ ૨૩:૧૪; ૧ થેસ્સાલોનીકી ૨:૧૩ વાંચો.
૫. તમે કઈ રીતે બાઇબલની સારી સમજણ મેળવી શકો?
ઈશ્વરના વચનો વિષેનું શિક્ષણ આપવામાં ઈસુ બહુ જાણીતા છે. તેમણે જે લોકો સાથે વાત કરી એમાંના મોટા ભાગના શાસ્ત્રમાંથી થોડું ઘણું જાણતા હતા. પણ સારી સમજણ મેળવવા તેઓને મદદની જરૂર હતી. એટલે ઈસુએ એક પછી એક શાસ્ત્રો ટાંક્યા અને ‘ધર્મલેખો સમજાવ્યા.’ ઈશ્વરના વચનોની સારી સમજણ મેળવવા હવેથી ‘બાઇબલમાંથી શીખો’ નામનો લેખ નિયમિત રીતે આ મૅગેઝિનમાં આપવામાં આવશે.—લુક ૨૪:૨૭, ૪૫ વાંચો.
ઈશ્વર જણાવે છે કે જીવનનો મકસદ શું છે, એ જાણવાથી તમને ઘણો આનંદ થશે. જોકે તમે બાઇબલમાંથી શીખો એ કેટલાક લોકોને ગમશે નહિ. પણ નિરાશ ન થાવ, કેમ કે જો તમે ખરા ઈશ્વરને ઓળખશો તો હંમેશ માટેનું આનંદી જીવન મેળવી શકશો.—માત્થી ૫:૧૦-૧૨; યોહાન ૧૭:૩ વાંચો. (w11-E 01/01)
વધારે માહિતી માટે, આ પુસ્તકનું બીજું પ્રકરણ જુઓ. એ યહોવાહના સાક્ષીઓએ બહાર પાડ્યું છે. પવિત્ર બાઇબલ શું શીખવે છે?