શું તમે જાણો છો?
શા માટે યરૂશાલેમના મંદિરમાં નાણાવટીઓ બેસતા હતા?
▪ ઈસુએ પોતાના મરણના થોડા સમય પહેલાં મંદિરમાં થતાં ઘોર અન્યાય સામે પગલાં ભર્યા હતા. એ વિષે બાઇબલ જણાવે છે: ‘ઈસુએ મંદિરમાં જેઓ વેચતા તથા ખરીદતા હતા, તે સર્વને કાઢી મૂક્યા; અને નાણાવટીઓના બાજટ, તથા કબૂતર વેચનારાઓનાં આસનો તેમણે ઊંધાં વાળ્યાં; અને ઈસુએ તેઓને કહ્યું, કે મારું ઘર પ્રાર્થનાનું ઘર કહેવાશે, એમ લખેલું છે; પણ તમે એને લૂંટારાઓનું કોતર કર્યું છે.’—માત્થી ૨૧:૧૨, ૧૩.
પહેલી સદીના યહુદીઓ અને યહુદી ધર્મ અપનાવતા લોકો અલગ અલગ દેશો અને શહેરોમાંથી યરૂશાલેમના મંદિરમાં આવતા હતા. તેઓ જ્યાં રહેતાં હોય એનું નાણું પોતાની સાથે લાવતા. યરૂશાલેમના મંદિરમાં બીજું કોઈ નાણું ચાલતું ન હોવાથી તેઓએ પોતાનું નાણું બદલવું પડતું. એમ કરવાથી જ તેઓ મંદિરનો વાર્ષિક કર ભરી શકતા, બલિદાન માટે પ્રાણીઓ ખરીદી શકતા, તેમ જ બીજા દાનો કરી શકતા. જોકે નાણાવટીઓ નાણું બદલી આપતા પણ એ માટે ઊંચી રકમ લેતા. યહુદી તહેવારો શરૂ થવાના હોય ત્યારે આ નાણાવટીઓ મંદિરના વિદેશીઓ માટેના આંગણામાં પોતાના મેજ ગોઠવી દેતા.
ઈસુએ નાણાવટીઓની ઝાટકણી કાઢી, કેમ કે તેઓએ મંદિરને “લૂંટારાઓનું કોતર” બનાવી દીધું હતું. તેઓ નાણું બદલી આપવા લોકો પાસે ઘણી મોટી રકમ પડાવી લેતા હતા. (w11-E 10/01)