બાઇબલમાં રહેલો ખજાનો | યશાયા ૫૮-૬૨
‘યહોવાએ માન્ય કરેલું વર્ષ જાહેર કરો’
“યહોવાએ માન્ય કરેલું વર્ષ” શાબ્દિક વર્ષ નથી
એ એવો સમયગાળો છે, જે દરમિયાન નમ્ર લોકો પાસે તક હશે કે, તેઓના છુટકારા માટે કરેલો યહોવાનો પોકાર સાંભળીને તેઓ પગલાં ઉઠાવે
પહેલી સદીમાં, માન્ય કરેલું વર્ષ ઈ.સ. ૨૯માં ઈસુના સેવાકાર્યનો આરંભ થયો ત્યારે શરૂ થયું. એ સમયગાળો ઈ.સ. ૭૦માં યહોવાના “પ્રતિકારનો દિવસ” આવ્યો ને યરૂશાલેમનો વિનાશ થયો ત્યાં સુધી ચાલ્યો
આપણા સમયમાં, માન્ય કરેલું વર્ષ ૧૯૧૪માં ઈસુ સ્વર્ગમાં રાજા બન્યા ત્યારે શરૂ થયું. એ સમયગાળો મહાન વિપત્તિના અંતે પૂરો થશે
“ધાર્મિકતાનાં વૃક્ષ” દ્વારા યહોવા પોતાના લોકોને આશીર્વાદો આપે છે
મોટા ભાગે જંગલોમાં સૌથી ઊંચાં વૃક્ષો સાથે સાથે વૃદ્ધિ પામે છે, જ્યાં એક વૃક્ષ બીજાને ટેકો આપે છે
લાંબા મૂળ કદાચ એકબીજાને વીંટળાઈ જાય અને વૃક્ષને અડીખમ રાખે છે અને તોફાન સામે રક્ષણ આપે છે
ઊંચાં વૃક્ષો છાંયો આપીને નાના છોડને રક્ષણ આપે છે; એના ખરતા પાંદડાં જમીનને વધારે ફળદ્રુપ બનાવે છે
“ધાર્મિકતાનાં વૃક્ષ” આજે પૃથ્વી પરના અભિષિક્તોને રજૂ કરે છે. તેઓના લીધે દુનિયાભરનાં મંડળોમાં, યહોવાના બધા સેવકોને સહારો અને રક્ષણ મળે છે