ખ્રિસ્તીઓ તરીકે આપણું જીવન
તેઓને દિલથી આવકારીએ
કોને દિલથી આવકારવા જોઈએ? દરેકને. એ નવા લોકો હોય શકે કે જૂના મિત્રો હોય શકે. (રોમ ૧૫:૭; હિબ્રૂ ૧૩:૨) કદાચ બીજા દેશમાંથી આવતાં ભાઈ-બહેનો હોય શકે. એવાં ભાઈ-બહેનો હોય શકે જેઓ વર્ષો પછી સભામાં આવ્યાં હોય. જરા વિચારો, તેમની જગ્યાએ તમે હોત તો તમને કેવું લાગે? કોઈએ દિલથી તમારો આવકાર કર્યો હોત તો, તમને કેટલી રાહત મળી હોત? (માથ ૭:૧૨) સભા શરૂ થતા પહેલાં અને પછી એવા લોકોને મળવા ખાસ પ્રયત્ન કરો. એનાથી માહોલ ઉષ્માભર્યો અને પ્રેમાળ બનશે; એનાથી યહોવાને મહિમા મળશે. (માથ ૫:૧૬) ખરું કે, ત્યાં હાજર દરેક વ્યક્તિ સાથે વાત કરવી શક્ય નથી. પરંતુ, જો આપણે બધા લોકો પહેલ કરીશું, તો આવનાર દરેકને સારો આવકાર આપી શકીશું.a
સ્મરણપ્રસંગ જેવા ખાસ સમયે જ નહિ, પણ દરેક પ્રસંગે લોકોનો આવકાર કરીએ. નવા લોકો એ જોશે અને ભાઈ-બહેનોનો પ્રેમ અનુભવશે ત્યારે, તેઓ ઈશ્વરનો મહિમા કરવા પ્રેરાશે અને સાચી ભક્તિમાં જોડાશે.—યોહ ૧૩:૩૫.