બાઇબલમાં રહેલો ખજાનો
હંમેશાં યહોવા પર ભરોસો રાખીએ
આસાએ મોટા લશ્કર સામે લડવા યહોવા પર ભરોસો રાખ્યો (૨કા ૧૪:૯-૧૨; w૨૧.૦૩ ૫ ¶૧૨)
પછીથી આસાએ નાનકડી સેના સામે લડવા સિરિયાના રાજા પાસે મદદ માંગી (૨કા ૧૬:૧-૩; w૨૧.૦૩ ૫ ¶૧૩)
આસાએ યહોવા પર હંમેશાં ભરોસો ન રાખ્યો એટલે યહોવા તેમનાથી ખુશ ન હતા (૨કા ૧૬:૭-૯)
જીવનમાં મોટા મોટા નિર્ણયો લેવાના હોય ત્યારે કદાચ આપણે યહોવા પર ભરોસો રાખીએ. પણ નાના નાના નિર્ણયો વિશે શું? એ ખૂબ જરૂરી છે કે આપણે જીવનના દરેક પાસામાં યહોવાને ધ્યાનમાં રાખીને નિર્ણય લઈએ.—ની ૩:૫, ૬; w૨૧.૦૩ ૬ ¶૧૪.