તમારા જીવન પર હમણાં કાબૂ રાખો!
માનવ વર્તન તથા પ્રેરણાબળમાં કરવામાં આવેલું વૈજ્ઞાનિક સંશોધન આપણ સર્વને ઘણી રીતે લાભદાયી નીવડ્યું છે. કદાચ આપણને કોઈ બીમારીની વધુ ઊંડાણપૂર્વકની સમજણ મળવાથી એનો સામનો કરવામાં મદદ મળી છે. એ જ સમયે, ઉત્તેજનાત્મક તાત્ત્વિક સિદ્ધાંતો સંબંધી સાવધ રહેવું ડહાપણભર્યું છે, ખાસ કરીને જે સુસ્થાપિત સિદ્ધાંતોથી વિસંગત લાગતા હોય.
આનુવંશિકતા અને વર્તનના વિષય પર પ્રશ્નો ઊભા થાય છે: શું આપણે આપણી જવાબદારીઓ જતી કરીને આપણાં કૃત્યો માટે વાંક ન સ્વીકારી શકીએ? શું આપણે અવિવેકના કે દોષના વાંકમાંથી છૂટી શકીએ અથવા બીજી વ્યક્તિનો કે બાબતનો વાંક કાઢીને “હું નહિ” પેઢીની વધી રહેલી સંખ્યામાં જોડાઈ શકીએ? જરા પણ નહિ. મોટા ભાગના લોકો જીવનમાંની કોઈ પણ સફળતા માટે પોતે યશ લેવા તૈયાર હોય છે, તેથી એ જ રીતે શા માટે તેઓ પોતાની ભૂલોની જવાબદારી સ્વીકારવા તૈયાર ન હોવા જોઈએ?
તેથી, આપણે પૂછી શકીએ કે આપણા જીવનને કોણ કે શું નિયંત્રિત કરે છે એ વિષે દેવના શબ્દ, બાઇબલનું શું કહેવું છે?
બાઇબલનું દૃષ્ટિબિંદુ શું છે?
આપણે પ્રથમ એ બાબત સ્વીકારવાની જરૂર છે કે આપણે સર્વ આપણા અસલ માબાપ, આદમ અને હવા, પાસેથી વારસામાં મળેલા પાપમાં જન્મ લીધો છે. (ગીતશાસ્ત્ર ૫૧:૫) વધુમાં, આપણે ખાસ સમયમાં જીવી રહ્યાં છીએ, જેને “છેલ્લો સમય” કહેવામાં આવ્યો છે, જ્યારે લોકો “વ્યવહાર કરવામાં અઘરા કટોકટીના સમય”નો અનુભવ કરશે. (૨ તીમોથી ૩:૧, NW) સામાન્ય રીતે બોલતાં, એ દર્શાવે છે કે આપણે આપણાં જીવન પર હિતકર કાબૂ ધરાવવા માટે આપણા પૂર્વજો કરતાં વધારે કોયડાઓનો સામનો કરીએ છીએ.
તથાપિ, બધા માનવીઓ સ્વતંત્ર નૈતિક પ્રતિનિધિ છે, જેઓ પોતાની વ્યક્તિગત પસંદગીઓ કરી શકે છે. એ હદ સુધી તેઓ પોતાના જીવન પર કાબૂ ધરાવે છે. એ શરૂઆતથી રહ્યું છે, જે ઈસ્રાએલ પ્રજાને યહોશુઆએ કહેલા શબ્દોમાં જોઈ શકાય છે: “કોની સેવા તમે કરશો તે આજે જ પસંદ કરો.”—યહોશુઆ ૨૪:૧૫.
બાઇબલ સ્વીકારે છે કે શેતાન ડેવિલને આકાશમાંથી ફેંકી દેવામાં આવ્યો છે અને હમણાં, પહેલાં કરતા વધારે, સમગ્ર માનવજાતિ પર ખરાબ બાબત માટે મજબૂત અસર જમાવે છે. તે આપણને એ પણ કહે છે કે પ્રેષિત યોહાનના દિવસોમાં પણ, આખું જગત એ દુષ્ટની સત્તામાં રહેલું હતું. (૧ યોહાન ૫:૧૯; પ્રકટીકરણ ૧૨:૯, ૧૨) તેમ છતાં, સર્વશક્તિમાન દેવ આપણા દરેક કૃત્ય પર કાબૂ રાખતા નથી કે માત્ર તે જાણે છે એ તરફ આપણું નિર્માણ કરતા નથી ત્યારે, આપણે આપણી દરેક ભૂલ તથા નિષ્ફળતા માટે શોતાન પર સીધેસીધો આરોપ નાખવો ન જોઈએ. સમતોલ શાસ્ત્રીય સત્ય એ છે કે, “દરેક માણસ પોતાની દુર્વાસનાથી ખેંચાઈને તથા લલચાઈને પરીક્ષણમાં પડે છે. પછી દુર્વાસના ગર્ભ ધરીને પાપને જન્મ આપે છે.” (યાકૂબ ૧:૧૪, ૧૫) પ્રેષિત પાઊલે આ પ્રેરિત શબ્દો લખ્યા: “ભૂલો મા; દેવની મશ્કરી કરાય નહિ: કોઈ માણસ જે કંઈ વાવે તેજ તે લણશે.”—ગલાતી ૬:૭.
તેથી, યહોવાહ દેવ આપણને આપણાં કૃત્યો માટે વ્યક્તિગતપણે જવાબદાર ઠેરવે છે. આપણે આપણા આનુવંશિક બંધારણ અને વારસાગત અપૂર્ણતાને કારણે પોતાને દરગુજર ન કરવાની કાળજી રાખવી જ જોઈએ. દેવે પ્રાચીન સદોમ અને ગમોરાહના હિંસક અને સજાતીય સંબંધ ધરાવતા સમાજને તેઓનાં ભ્રષ્ટ કૃત્યો માટે જવાબદાર ઠરાવ્યો. દેખીતી રીતે જ, તેમણે રહેવાસીઓને ધારવા પ્રમાણે કોઈક આનુવંશિક ક્ષતિને કારણે દુષ્ટ બનવાથી પોતાને અટકાવી ન શક્યાં હોય એવાં દયાપાત્ર, દુઃખી પ્રાણીઓ ન ગણ્યાં. એ જ રીતે, નુહના દિવસોમાં રહેતા લોકોની આસપાસ ઘણી દુષ્ટ અસરો હતી; તથાપિ, તેઓએ થોડા જ સમયમાં આવનાર જળપ્રલયમાંથી બચવું હોય તો, એક પસંદગી, એક વ્યક્તિગત નિર્ણય કરવાનો હતો. થોડા લોકોએ જ ખરી પસંદગી કરી. મોટા ભાગના લોકોએ ન કરી.
હેબ્રી પ્રબોધક હઝકીએલ સમર્થન આપે છે કે આપણને દેવની તરફેણ માટે લાયક બનવું હોય તો, વ્યક્તિગત કાબૂ જરૂરી છે: “દુષ્ટને તું ચેતાવે તે છતાં તે પોતાની દુષ્ટતાથી તથા પોતાના કુમાર્ગથી પાછો ન હઠે, તો તે પોતાની દુષ્ટતામાં માર્યો જશે; પણ તેં તો તારા આત્માને બચાવ્યો છે.”—હઝકીએલ ૩:૧૯.
સૌથી સારી મદદ પ્રાપ્ય છે
અલબત્ત, આપણ સર્વને આપણા રોજિંદા જીવનમાં એવો વ્યક્તિગત કાબૂ આચરવા માટે મદદની જરૂર છે, અને આપણામાંના ઘણાઓ માટે એ એક પડકાર છે. પરંતુ આપણે હતોત્સાહ થવાની જરૂર નથી. આપણું અપૂર્ણ પાપી વલણ દેવને અસ્વીકાર્ય છે છતાં, આપણે આપણું વર્તન સુધારવા માંગતા હોય તો, તે પ્રાપ્ય હોય એવી સૌથી સારી મદદ—તેમનો પવિત્ર આત્મા અને પ્રેરિત સત્ય—પૂરી પાડે છે. આપણી પાસે ગમે તે આનુવંશિક માનસિક વલણ હોય અને આપણને અસર કરતી ગમે તે બાહ્ય અસરો હોય છતાં, આપણે ‘જૂના માણસપણાને તેની કરણીઓ સુદ્ધાં ઉતારીને જે નવું માણસપણું તેના ઉત્પન્ન કરનારની પ્રતિમા પ્રમાણે તેના જ્ઞાનને અર્થે નવું કરાતું જાય છે, તે પહેરી’ શકીએ છીએ.—કોલોસી ૩:૯, ૧૦.
કોરીંથ મંડળમાંના ઘણા ખ્રિસ્તીઓએ તેઓના વર્તનમાં નાટકીય ફેરફારો કર્યા. પ્રેરિત અહેવાલ આપણને કહે છે: “વ્યભિચારીઓ, મૂર્તિપૂજકો, લંપટો, વિષયીઓ, પુંમૈથુનીઓ, ચોરો, લોભીઓ, છાકટા, નિંદકો તથા જુલમથી પૈસા પડાવનારા, એઓને દેવના રાજ્યનો વારસો મળશે નહિ. વળી તમારામાંના કેટલાએક એવા હતા; પણ તમે પ્રભુ ઈસુને નામે તથા આપણા દેવના આત્માથી શુદ્ધ થયા, અને પવિત્રીકરણ તથા ન્યાયીકરણ પામ્યા.”—૧ કોરીંથી ૬:૯-૧૧.
તેથી, આપણે આપણી અપૂર્ણતાઓ સામે ઝઝૂમી રહ્યા હોઈએ તો, ચાલો આપણે પડતું ન મૂકીએ. આધુનિક દિવસના ઘણા ખ્રિસ્તીઓએ પુરવાર કર્યું છે કે તેઓ યહોવાહની મદદથી ‘પોતાનાં મનથી નવીનતાને યોગે પૂર્ણ રીતે રૂપાંતર પામીને, દેવની સારી તથા માન્ય તથા સંપૂર્ણ ઇચ્છા શી છે, તે’ પારખી શક્યાં છે. તેઓ પોતાનાં મન જે કંઈ બાબત સત્ય, ન્યાયી, શુદ્ધ, પ્રેમપાત્ર, સદ્ગુણયુક્ત, પ્રશંસાપાત્ર હોય એનાથી પોષે છે; અને તેઓ ‘એ બાબતોનો સતતપણે વિચાર’ કરે છે. તેઓ નક્કર આત્મિક ખોરાક લે છે અને એના ઉપયોગથી પોતાની ઈંદ્રિયોને ખરૂંખોટું પારખવા કેળવે છે.—રૂમી ૧૨:૨; ફિલિપી ૪:૮; હેબ્રી ૫:૧૪.
તેઓનાં સંઘર્ષ, તેઓની હંગામી નિષ્ફળતા, અને દેવના પવિત્ર આત્માની મદદથી તેઓની છેવટની સફળતા વિષે જાણવું દિલચસ્પ છે. દેવ આપણને ખાતરી આપે છે કે આપણા વર્તનને બદલવામાં ઘણીવાર હૃદયનો અને એની ઇચ્છાઓનો સમાવેશ થાય છે: “તારા હૃદયમાં જ્ઞાન પ્રવેશ કરશે, અને વિદ્યા તારા મનને ખુશકારક લાગશે; વિવેકબુદ્ધિ તારા પર ચોકી કરશે. બુદ્ધિ તારૂં રક્ષણ કરશે; તેઓ તને દુષ્ટ માણસોના માર્ગમાંથી . . . ઉગારશે.”—નીતિવચન ૨:૧૦-૧૨, ૧૫.
તેથી, તમે અનંતજીવન—દુષ્ટ જગતના કોયડા વગરનું અને નિર્બળ કરતી અપૂર્ણતાથી મુક્ત જીવન—ને તમારો ધ્યેય બનાવવા માંગતા હોય તો, અત્યારે તમારા જીવન પર કાબૂ રાખવાનો “યત્ન કરો” અને આકાશી ડહાપણથી દોરાવ. (લુક ૧૩:૨૪) યહોવાહના પવિત્ર આત્માની મદદ માટે પોતાને પ્રાપ્ય બનાવો જેથી તમે આત્મસંયમનું ફળ પેદા કરી શકો. તમે તમારા જીવનને દેવના નિયમોના સુમેળમાં લાવવાને તમારા હૃદયની ઇચ્છા બનાવો, અને આ સલાહને કાન ધરો: “પૂર્ણ ખંતથી તારા હૃદયની સંભાળ રાખ; કેમકે તેમાંથીજ જીવનનો ઉદ્ભવ છે.” (નીતિવચન ૪:૨૩) દેવના નવા જગત—જેમાં યહોવાહ દેવ ઈસુ ખ્રિસ્તના ખંડણી બલિદાનમાંના વિશ્વાસને આધારે સર્વ આનુવંશિક ત્રુટિ સુધારશે—માં ‘ખરા જીવન’ પર પક્કડ જમાવવી એ આ જગતમાં તમે તમારા જીવન પર કાબૂ રાખવા તમે કરો છો એ બધા પ્રયત્નોને પાત્ર છે!—૧ તીમોથી ૬:૧૯; યોહાન ૩:૧૬.
(g96 9/22)
બાઇબલનો અભ્યાસ આપણને ઊંડી ઊતરેલી નિર્બળતાનો સામનો કરવા સામર્થ્ય આપી શકે
બાઇબલ અભ્યાસ આપણને દેવના નૈતિક ધોરણોને વળગી રહેવા મદદ કરી શકે