અ મા રા વા ચ કો ત ર ફ થી
બોલતા ઢોલ “શું આફ્રિકી ઢોલ ખરેખર બોલે છે?” (ઑગસ્ટ ૮, ૧૯૯૭)નો અદ્ભુત લેખ વાંચ્યા પછી, હું વાર્તાની સત્યતાની ખાતરી કરવા માટે મારા સો વર્ષના દાદાના ઘરે ગયો. તેમણે દરેક માહિતીનું સમર્થન કર્યું, અને હું ખરેખર પ્રભાવિત થયો!
જી. એમ. ઓ., નાઇજીરિયા
ઇંટરનેટ હું કૉમ્પ્યુટર એન્જીનિયરીંગનો અભ્યાસ કરું છું, અને “ઇંટરનેટ—શું એ તમારા માટે છે?” (ઑગસ્ટ ૮, ૧૯૯૭) શૃંખલા માટે હું તમારી પ્રશંસા કરવા ઇચ્છું છું. લેખો સંક્ષિપ્ત, માહિતીપ્રદ અને વૈજ્ઞાનિક રીતે ચોક્કસ હતા. તમે અર્થહીન પૂર્વગ્રહનું સમર્થન કર્યું નથી અને ઇંટરનેટની આસપાસ છે એ વિષેની ખોટી ચેતવણી આપી નથી. બીજી તર્ફે, તમે વાસ્તવિક ભય સંતાડ્યા નથી.
એલ. ઈ. ઇટાલી
હું કૉમ્પ્યુટર વર્ગોમાં શીખવું છું, અને મારી પાસે અદ્યતન માહિતી રાખવા હું ઘણી વાર કૉમ્પ્યુટરને લગતા સામયિકો ખરીદું છું. એમાંના એક પણ સામયિકે આવી હિંમતપૂર્વક રીતે ઇંટરનેટના લાભાલાભ વિષે નિખાલસતાથી બતાવ્યું નથી.
એ. એ. એસ., બ્રાઝિલ
હું હમણાં હમણાં ઇંટરનેટ વિષે ઘણું સાંભળું છું, પરંતુ હું એને બરાબર સમજી શકી ન હતી. તમારી શૃંખલાએ એ વિષયને એકદમ સરળ, અને સમજી શકાય એવી રીતે બતાવ્યો હતો.
એ. એચ., ભારત
તમે એ રીતે લખ્યું છે કે જગતવ્યાપી વૅબ વિષે એકદમ થોડું કે બિલકુલ જ્ઞાન ધરાવતા લોકો પણ સહેલાઈથી સમજી શકે. તમે અમને આ સેવાનો ઉપયોગ કરવાના ખર્ચને વિચારીને ગણતરી કરવા પણ મદદ કરી છે.
ઈ. કે., ઈથિયોપિયા
વાંક કાઢવામાં આવવો હું ૧૫ વર્ષની છું, અને “યુવાન લોકો પૂછે છે . . . શા માટે મારો જ વાંક કાઢવામાં આવે છે?” (ઑગસ્ટ ૮, ૧૯૯૭) લેખ વાંચીને મારી આંખોમાં આંસુ આવી ગયા. મારા કુટુંબમાં હું સૌથી નાનો છું અને મારો જ હંમેશા વાંક કાઢવામાં આવે છે. આ વિષે લખવા બદલ તમારો આભાર.
એન. એચ., યુનાઈટેડ સ્ટેટ્સ
બાળકો ઉછેરવા હું તમારી ઉત્તમ શૃંખલા “તમારાં બાળકોને ઊછરવામાં મદદ કરો” (સપ્ટેમ્બર ૮, ૧૯૯૭) માટે આભાર માનવાનું ઇચ્છું છું. મને એ ઘણો ઉપયોગી અને ઉત્તેજનવર્ધક લાગ્યો. મારે ત્રણ વર્ષનો છોકરો છે, અને આ લેખે તેના દૃષ્ટિબિંદુને સમજવા અને તેને શિષ્ત આપવાની રીતમાં સુધારો કરવામાં મને મદદ કરી. આ લેખો માટે હું યહોવાહનો ઊંડાણપૂર્વકનો આભાર માનું છું.
પી. એસ., ઇટાલી
“કઠોર વેણ, કચડાયેલી લાગણીઓ” લેખે મને ઊંડી અસર કરી હતી. હું મારા સમગ્ર જીવનમાં સખત રીતે મારી ટીકા કરતી હતી. મને એ જાણીને આનંદ થયો કે કડકપણે ન્યાય કરવાના બદલે, તમે ઘણું બધું સહન કરનારાઓને પ્રેમાળપણે મદદ કરવાનો પ્રયત્ન કર્યો છે. યહોવાહ તમને સતત આશીર્વાદ આપો અને આવા લાભદાયી અને આશ્વાસન આપતા લેખો લખવા માર્ગદર્શન આપો.
એલ. ડી., કૅનેડા
મને આશા છે કે આ લેખો આંતરિક ઊથલપાથલ જેનાથી આપણામાંના ઘણા બધા પીડાઈ રહ્યા છે એના મૂળ કારણ તરફ બીજાઓની આંખો ખોલવા મદદ કરશે. આ વિષય પર લેખ લખવા માટે ઘણો ઘણો આભાર.
એલ. બી., યુનાઈટેડ સ્ટેટ્સ
આ પ્રકારના લેખોએ મને બાલવાડીમાં શિક્ષક તરીકેના મારા કાર્યને વધારે સારી રીતે સિદ્ધ કરવા મદદ કરી છે. અમને આવી અદ્યતન માહિતી આપવા અને સુધારો કરવા મદદ કરવા માટે ખૂબ ખૂબ આભાર.
જી. આર., મૅક્સિકો
લેખોએ મને કંઈક આશા આપી. હું એક વિખવાદવાળા કુટુંબમાંથી આવું છું અને ઘણી વખત યહોવાહની સેવા કરવા અને મારી નાની દીકરીની કાળજી રાખવા માટે લાયક છું એવું અનુભવવું અઘરું લાગે છે. હું લેખમાંનાં સૂચનો લાગુ પાડવા મારાથી બનતો પ્રયત્ન કરીશ. કાળજી રાખવા માટે આભાર.
એ. એ., યુનાઈટેડ સ્ટેટ્સ