કૌટુંબિક જીવનનો આનંદ માણો
શું કુટુંબો ખરેખર સુખી થઇ શકે?
એ કઇ રીતે શક્ય છે?
તમે એવા કોઇ કુટુંબને ઓળખો છો જે આ પત્રિકામાં જોવા મળતા કુટુંબ જેટલું સંપીલું અને સુખી હોય? સર્વત્ર કુટુંબો તૂટુ તૂટુ થઇ રહ્યાં છે. છૂટાછેડા, નોકરીની અસલામતી, એકલવાયા માબાપની દ્વિધા, હતાશા—આ બધી બાબતો કટોકટી ઊભી કરે છે. કૌટુંબિક જીવનના એક નિષ્ણાતે વિલાપ કર્યો: “અત્યાર સુધીમાં, કુટુંબના મરણની આગાહીઓથી દરેક પરિચિત થઇ ગયા છે.”
શા માટે આજે કુટુંબ પર ગંભીર કોયડાનો આવો તોપમારો ચલાવવામાં આવે છે? આપણે કઇ રીતે કૌટુંબિક જીવનનો આનંદ માણી શકીએ?
કુટુંબ કઇ રીતે ઉદ્ભવ્યું
આ પ્રશ્નોનાં જવાબ આપવા માટે, આપણે લગ્ન અને કુટુંબનો ઉદ્ભવ જાણવાની જરૂર છે. કેમ કે એને શરૂ કરનાર—એના ઉત્પન્નકર્તા—કોઇ હોય તો, કુટુંબના સભ્યોએ માર્ગદર્શન માટે તેના પર મીટ માંડવી જોઇએ, કેમ કે નિશ્ચે તે જ સૌથી સારી રીતે જાણતા હશે કે આપણે પૂર્ણ કૌટુંબિક જીવનનો આનંદ કઇ રીતે માણી શકીએ.
રસપ્રદ બાબત છે કે, ઘણાં માને છે કે કૌટુંબિક ગોઠવણને શરૂ કરનાર કોઇ નથી. ધ એન્સાયક્લોપેડિયા અમેરિકના કહે છે: “કેટલાક તજજ્ઞોના મત પ્રમાણે લગ્નના ઉદ્ભવનું પગેરું, માણસને પશુઓની જોડી બનાવવાની પદ્ધતિથી પણ નીચો મૂકવા તરફ ઢળેલું છે.” તોપણ, ઇસુ ખ્રિસ્તે નરનારીની ઉત્પત્તિ વિષે વાત કરી. તેમણે શરૂની બાઇબલ નોંધ ટાંકીને કહ્યું: “દેવે જેને જોડ્યું છે તેને માણસે જુદું પાડવું નહિ.”—માત્થી ૧૯:૪-૬.
આમ ઇસુ ખ્રિસ્ત ખરા છે. એક બુદ્ધિશાળી દેવે પ્રથમ માનવીઓને ઉત્પન્ન કર્યાં અને સુખી કૌટુંબિક જીવનની ગોઠવણ કરી. દેવે પ્રથમ યુગલને લગ્નમાં ભેગું કરીને કહ્યું કે માણસ “પોતાની વહુને વળગી રહેશે; અને તેઓ એક દેહ થશે.” (ઉત્પત્તિ ૨:૨૨-૨૪) તો પછી, શું એવું હોય શકે કે, આજના કૌટુંબિક કોયડા, ઉત્પન્નકર્તાએ પોતાના શબ્દ બાઇબલમાં નક્કી કરેલા ધોરણોનું ઉલ્લંઘન કરી રહેલી જીવન-ઢબ પાછળ દોડવાને કારણે, ઊભા થયાં છે?
સફળતાનો માર્ગ કયો છે?
નિઃશંક તમે જાણો જ છો, આધુનિક જગત સ્વ-હિત અને સ્વ-તૃપ્તિને જ આગળ કરે છે. યુનાઇટેડ સ્ટેટ્સમાં કોલેજના સ્નાતકના વર્ગને એક નાણાકીય નિષ્ણાતે જણાવ્યું, “લોભ તો સારી બાબત છે. તમે લોભી બની શકો અને છતાં પોતા વિષે સારી લાગણી રાખી શકો.” પરંતુ ભૌતિક માલમિલકતો પાછળ પડવાથી સફળતા મળતી નથી. ભૌતિકવાદ, હકીકતમાં, કૌટુંબિક જીવનને એક સૌથી મોટી ધમકી છે કારણ કે એ માનવ સંબંધોની આડે આવે છે અને લોકોના સમય અને પૈસા ખાય જાય છે. સરખામણીમાં ભિન્ન, ફક્ત બે બાઇબલ નીતિવચનોનો જ વિચાર કરો જે સુખ માટે મહત્વનું શું છે એ જોવામાં આપણને મદદ કરે છે.
“ધિક્કાર હોય ત્યાં સૌથી મઝાના મિષ્ટાન્ન ભોજન કરતાં, પ્રેમી જનને ત્યાં ભાજીનું ભોજન ઉત્તમ છે.”
“કજિયાકંકાશવાળા ઘરમાં મિજબાની કરવા કરતાં, શાંતિ સહિત રોટલીનો સૂકો ટુકડો ખાવો સારો છે.”
નીતિવચન ૧૫:૧૭; ૧૭:૧, “ટુડેઝ ઇંગ્લીશ વર્શન.”
શક્તિશાળી નીતિવચનો, ખરુંને? દરેક કુટુંબ આ જરૂરિયાતોને વળગી રહે તો, દુનિયા કેટલી બદલાય જાય એનો વિચાર કરો! કુટુંબના સભ્યોએ એકબીજા સાથે કેવો વ્યવહાર રાખવો એ વિષે પણ બાઇબલ કિંમતી માર્ગદર્શન પૂરું પાડે છે. એ જે થોડાંક માર્ગદર્શનો આપે છે તેનો વિચાર કરો.
પતિઓ: ‘તમારા પોતાના શરીરની જેમ તમારી પત્નીને પ્રેમ કરતા રહો.’—એફેસી ૫:૨૮-૩૦.
સાદું, પરંતુ ઘણું જ વ્યવહારુ! બાઇબલ પતિને ‘પોતાની પત્નીને માન આપવાનું’ પણ જણાવે છે. (૧ પીતર ૩:૭) તે તેને ખાસ ધ્યાન આપીને એમ કરે છે, જેમાં કોમળતા, સમજણ, અને ખાતરી કરાવી આપવાનો સમાવેશ થાય છે. તે તેનાં અભિપ્રાયો પણ કિંમતી ગણે છે અને તેનું ધ્યાનથી સાંભળે છે. (સરખાવો ઉત્પત્તિ ૨૧:૧૨.) શું તમે સહમત થતાં નથી કે, પતિ પોતાની કાળજી રાખવા માંગતો હોય તેટલી જ કાળજી પોતાની પત્નીની રાખે તો, દરેક કુટુંબને લાભ થશે.—માત્થી ૭:૧૨.
પત્નીઓ: “તમારા પતિને ઊંડું માન આપો.”—એફેસી ૫:૩૩, NW.
પતિને તેની ભારે જવાબદારીઓ પરિપૂર્ણ કરવામાં સહાય કરીને, પત્ની કૌટુંબિક સુખમાં ફાળો આપે છે. યોજના એવી જ હતી, કેમ કે દેવે પત્ની “પૂરક તરીકે, સહાયકારી” થવા માટે આપી હતી. (ઉત્પત્તિ ૨:૧૮) પત્ની પોતાના પતિના નિર્ણયોને ટેકો આપીને તથા કુટુંબના ધ્યેયો હાંસલ કરવા તેને સહકાર આપીને, તેના પ્રત્યે માન બતાવે ત્યારે, કૌટુંબિક જીવન પર આવતા આશીર્વાદોની તમે કદર કરી શકો છો?
લગ્ન સાથીઓ: “પતિ અને પત્નીએ એકબીજાને વિશ્વાસુ રહેવું જોઇએ.”—હેબ્રી ૧૩:૪, TEV.
તેઓ એમ કરે ત્યારે, કૌટુંબિક જીવનને નિશ્ચે લાભ થાય છે. ઘણી વખત પરિણીતોનો વ્યભિચાર કુટુંબને પાયમાલ કરી નાખે છે. (નીતિવચન ૬:૨૭-૨૯, ૩૨) એ માટે, બાઇબલ ઠીક જ શાણી અરજ કરે છે: “તારી પત્ની સાથે સુખી રહે અને તું જે છોકરીને પરણ્યો તેની સાથે તારો આનંદ કર . . . તારે શા માટે તારો પ્રેમ બીજી કોઇ સ્ત્રીને આપવો જોઇએ?”—નીતિવચન ૫:૧૮-૨૦, TEV.
માબાપ: “[તમારાં બાળકોએ] જે માર્ગમાં ચાલવું જોઇએ તેમાં ચાલવાનું [તેઓને] શિક્ષણ આપો.”—નીતિવચન ૨૨:૬.
માબાપ બાળકો પ્રત્યે સમય અને ધ્યાન આપે છે ત્યારે, કૌટુંબિક જીવન નિશ્ચે સુધરે છે. આમ, બાઇબલ માબાપને તેઓનાં બાળકોને, ‘તેઓ પોતાનાં ઘરમાં બેઠાં હોય અને તેઓ રસ્તે ચાલતાં હોય અને તેઓ સૂઇ જાય અને તેઓ ઊઠે ત્યારે’ સાચાં સિદ્ધાંતો શીખવવાની અરજ કરે છે. (પુનર્નિયમ ૧૧:૧૯) બાઇબલ માબાપને બાળકોને શિષ્ત આપીને તેઓ પર પ્રેમ કરવાનું કહે છે.—એફેસી ૬:૪.
બાળકો: “પ્રભુમાં તમારાં માબાપની આજ્ઞા માનો.”—એફેસી ૬:૧.
સાચું, આ નિયમવિહીન જગતમાં, તમારાં માબાપને આજ્ઞાંકિત રહેવું હંમેશા સહેલું નથી. તોપણ, શું તમે સહમત થતા નથી કે કૌટુંબિક વ્યવસ્થા શરૂ કરનાર આપણને જે જણાવે છે તે પ્રમાણે કરવું શાણી બાબત છે? આપણું કૌટુંબિક જીવન વધારે સુખી બનાવવા સૌથી સારું શું જરૂરી છે એ તે જાણે છે. તેથી તમારા માબાપને આજ્ઞાંકિત રહેવા સખત પ્રયત્ન કરો. જગત ખરાબ બાબતો કરવા માટે જે ઘણી બધી લાલચો આપે છે, તે ટાળવા કૃતનિશ્ચયી બનો.—નીતિવચન ૧:૧૦-૧૯.
કુટુંબનું દરેક સભ્ય બાઇબલ સલાહનો જેટલે અંશે અમલ કરશે, કુટુંબ તેટલું સુખી થશે. કુટુંબ હમણાં વધારે સારું જીવન જીવશે એટલું જ નહિ, પરંતુ એના માટે દેવના વચન પ્રમાણેની નવી દુનિયામાં અદ્ભુત ભાવિ રહેલું છે. (૨ પીતર ૩:૧૩; પ્રકટીકરણ ૨૧:૩, ૪) તેથી ભેગાં બાઇબલનો અભ્યાસ કરવાની કૌટુંબિક ટેવ પાડો! પૃથ્વીવ્યાપી લાખો કુટુંબોને સુંદર ચીત્રોવાળા પુસ્તક તમે પારાદેશ પૃથ્વી પર હંમેશ માટે જીવી શકો છોમાં આપવામાં આવેલું માર્ગદર્શન સાચું લાભદાયી માલૂમ પડ્યું છે.
બીજું કંઈ જણાવવામાં આવ્યું ન હોય તો, વાપરવામાં આવેલું બાઈબલ ભાષાંતર ભારતની બાઈબલ સોસાયટીએ બહાર પાડેલું પવિત્ર શાસ્ત્ર ગુજરાતી ઓ. વી. બાઈબલ છે.