બાઇબલ અને તમે
બાઇબલ પરમેશ્વર યહોવાહ તરફથી આવે છે અને એ તેમનો માર્ગ બતાવે છે. (૧ થેસ્સાલોનીકી ૨:૧૩) તમે બાઇબલ પ્રમાણે ચાલશો તો ઘણા સુખી થશો કેમ કે પરમેશ્વર “દરેક ઉત્તમ દાન તથા દરેક સંપૂર્ણ દાન” આપનાર છે. (યાકૂબ ૧:૧૭) એનાથી તમારો વિશ્વાસ વધશે અને તમે પરમેશ્વરના ખરા સેવકો બનશો. તમે તેમની સેવા કરતા શીખશો. મુશ્કેલીના સમયમાં તમે યહોવાહની મદદ મેળવી શકશો. તમે બાઇબલ પ્રમાણે જીવો તો, પરમેશ્વર તમને હંમેશ માટેનું જીવન આપશે.—રૂમી ૬:૨૩.
બાઇબલ સત્ય જીવનમાં પ્રકાશ ફેલાવે છે. એનું જ્ઞાન જૂઠી માન્યતાઓમાંથી છુટકારો આપે છે. દાખલા તરીકે, માણસ મરણ પામે છે ત્યારે શું થાય છે એ વિષેનું સત્ય, મરણ પામેલા સગાં-વહાલાં કંઈ હાનિ કરવા પાછા આવશે એવી આપણી બીક દૂર કરશે. અથવા તેઓ કોઈ પ્રકારની પીડા સહન કરે છે એવી ચિંતા આપણને રહેશે નહિ. (હઝકીએલ ૧૮:૪) એને બદલે, બાઇબલ શીખવે છે કે તેઓ તો મરણમાંથી સજીવન થશે. એ કેવો દિલાસો આપે છે! (યોહાન ૧૧:૨૫) શેતાનના દૂતો કોણ છે? એ વિષેનું સત્ય આપણને મેલીવિદ્યાના ફાંદાથી બચાવશે. વળી, જગતની મુશ્કેલીઓનું મૂળ પણ આપણે જાણી શકીશું.
યહોવાહના નિયમો આપણી તંદુરસ્તી સાચવવા મદદ કરે છે. જેમ કે, દરેક બાબતોમાં સંયમ રાખવાથી આપણે બીમારીથી દૂર રહી શકીએ છીએ. (૧ તીમોથી ૩:૨) એ માટે “આપણા જીવનને અશુદ્ધ બનાવનાર સર્વ બાબતોથી પોતાને અલગ રાખીએ.” (૨ કોરીંથી ૭:૧, પ્રેમસંદેશ) પતિ-પત્ની બાઇબલની સલાહ પાળે તો, તેઓ સુખી થશે.—૧ કોરીંથી ૬:૧૮.
ખરેખર, તમે પરમેશ્વરના માર્ગ પ્રમાણે જીવશો તો સુખી થશો. બાઇબલ આપણને મનની શાંતિ, સંતોષ અને આશા આપે છે. તે આપણને દયા, પ્રેમ, આનંદ, શાંતિ, માયાળુપણું અને વિશ્વાસ જેવા સદ્ગુણો કેળવવા મદદ કરે છે. (ગલાતી ૫:૨૨, ૨૩; એફેસી ૪:૨૪, ૩૨) આવા ગુણો આપણને સારા લગ્નસાથી, માબાપ અથવા બાળકો બનાવશે.
તમે કદી ભાવિની ચિંતા કરો છે? બાઇબલ અગાઉથી ભાવિ વિષે ભાખે છે. એ આજના જગતની હાલતનું વર્ણન કરે છે અને એ પણ જણાવે છે કે પરમેશ્વર જલદી જ સુખ-શાંતિ લાવશે.—પ્રકટીકરણ ૨૧:૩, ૪.
બાઇબલને કઈ રીતે સમજી શકાય?
શું તમને બાઇબલ સમજવું અઘરું લાગ્યું છે? કદાચ તમને થયું હોય કે, તમારા સવાલોના જવાબ બાઇબલમાં ક્યાં શોધવા? એની સમજણ મેળવવા આપણને બધાને મદદની જરૂર છે. આજે, યહોવાહના સાક્ષીઓ લગભગ ૨૩૫ દેશોમાં, લાખો લોકોને બાઇબલની સમજણ આપી રહ્યા છે. તેઓ તમને પણ જરૂર મદદ કરશે.
શરૂઆતમાં તમે ધીમે ધીમે મૂળ શિક્ષણ લો. (હેબ્રી ૬:૧) સમય જતાં, તમે “ભારે ખોરાક” એટલે કે ઊંડી સમજણ મેળવશો. (હેબ્રી ૫:૧૪) એવી સમજણ ફક્ત બાઇબલમાંથી જ મળી શકે. આપણે એના અનેક વિષયો સમજી શકીએ માટે ઘણાં પ્રકાશનો પૂરાં પાડવામાં આવ્યાં છે. એમાંનું એક પુસ્તક છે, પવિત્ર બાઇબલ શું શીખવે છે?
તમે બાઇબલ સમજવા સમય કાઢશો?
તમે ઇચ્છો એ સમયે અને જગ્યાએ બાઇબલની ચર્ચા કરી શકાય. ઘણા પોતાના ઘરે બાઇબલનું શિક્ષણ લે છે. કેટલાક ફોન પર પણ ચર્ચા કરે છે. તમને યોગ્ય લાગે તેમ, તમારી જરૂરિયાત પ્રમાણે ગોઠવણ કરી શકાય. એ માટે તમારે કોઈ ક્લાસમાં જવું પડશે નહિ. તમારે ગભરાવાની કોઈ જરૂર નથી કેમ કે કોઈ પરીક્ષા લેવામાં આવતી નથી. બાઇબલમાંથી તમે તમારા સવાલોના જવાબ મેળવશો અને તમે યહોવાહ પરમેશ્વરના સાચા સેવક બનશો.
બાઇબલ શિક્ષણ મેળવવા તમારે કોઈ ફી ભરવાની જરૂર નથી. (માત્થી ૧૦:૮) ભલે તમે ધાર્મિક હોવ કે નહિ, તમને વિના મૂલ્યે આ ઑફર કરવામાં આવે છે. એ માટે, તમે પરમેશ્વરને વધારે જાણવાની ઇચ્છા રાખો એ જ જરૂરી છે.
આ ચર્ચામાં તમારા સગાં-સંબંધીઓ પણ ભાગ લઈ શકે. પરંતુ, તમે ચાહતા હોવ તો, ફક્ત તમારી સાથે જ ચર્ચા થઈ શકે.
ઘણા આ માટે દર અઠવાડિયે એક કલાકનો સમય આપે છે. તમે એનાથી વધારે કે ઓછો સમય આપી ચર્ચા કરી શકો. કોઈ પણ સંજોગોમાં, યહોવાહના સાક્ષીઓ તમને મદદ કરવા ખુશ છે.
આવો અને શીખો
યહોવાહના સાક્ષીઓનો હમણાં જ સંપર્ક સાધો. તમે નીચેના સરનામે પણ લખી શકો છો. પછી, તમે નિયમિત રીતે બાઇબલની ચર્ચા કરી શકશો.
□ પવિત્ર બાઇબલ શું શીખવે છે? પુસ્તક વિષે મને વધુ માહિતી મોકલો.
□ વિના મૂલ્યે ગૃહ બાઇબલ અભ્યાસ માટે મારી મુલાકાત લો.