ગીત ૧૫૨
તું છો બળ, તું છો જ્યોત
જલે છે દિલમાં એક દીવો રે
જગતમાં જ્યોત લાવે
કરે છે એ દૂર અંધકારને
લડવા તોફાન સાથે
પવન જોર-શોરથી ફૂંકાયો છે
દીવા સાથે લડવાને
દીવાથી છે ભારે બળવાન
કોણ જીતશે હે ભગવાન?
(ટેક)
તું છો બળ, તું છો જ્યોત, નાના દીવાની
દીવો હારી જતો નથી
એના જ્યોતમાં તેં આશા ભરી દીધી
નાના દીવડાનો, તું આધાર
નાના દીવાને તારો સાથ છે
રાત ભલે કાળી છે
તોફાનો ભારે બળવાન છે
એ જોર ચલાવે છે
હારે ન એવો આ દીવો છે
ઠારે ન એની જ્યોતને
મારી આશાનો આ દીવો
તેં આપ્યો છે મને
(ટેક)
તું છો બળ, તું છો જ્યોત, નાના દીવાની
દીવો હારી જતો નથી
એના જ્યોતમાં તેં આશા ભરી દીધી
નાના દીવડાનો, તું આધાર
(ગીત. ૭૨:૧૩, ૧૪; નીતિ. ૩:૫, ૬, ૨૬; યિર્મે. ૧૭:૭ પણ જુઓ.)