ગીત ૨૧
ઈશ્વરના રાજ્યને જીવનમાં પહેલા મૂકો
૧. મહાન રાજ છે યહોવાનું
દુન્યાને બદલી નાખશે
એના રાજા ઈસુ પોતે
દૂર કરશે બધી તકલીફ
(ટેક)
યહોવાનું રાજ્ય રાખ્યે
જીવનમાં સૌથી પહેલું
આ મહાન રાજાનો સંદેશ
એ ફેલાવ્યે દેશે-દેશ
૨. કાલની ચિંતા શું કામ કર’યે
રોજી-રોટી તો મળશે
ઈશ્વર પર ભરોસો રાખ્યે
તે બધું પૂરું પાડશે
(ટેક)
યહોવાનું રાજ્ય રાખ્યે
જીવનમાં સૌથી પહેલું
આ મહાન રાજાનો સંદેશ
એ ફેલાવ્યે દેશે-દેશ
૩. સત્યની તરસ જેઓને
સત્ય પાઈએ તેઓને
ઈશ્વરના મહાન રાજ્યમાં
રાખે તેઓ પણ શ્રદ્ધા
(ટેક)
યહોવાનું રાજ્ય રાખ્યે
જીવનમાં સૌથી પહેલું
આ મહાન રાજાનો સંદેશ
એ ફેલાવ્યે દેશે-દેશ
(ગીત. ૨૭:૧૪; માથ. ૬:૩૪; ૧૦:૧૧, ૧૩; ૧ પિત. ૧:૨૧ પણ જુઓ.)