ઈશ્વરનું રાજ્ય શું છે?
ઈસુએ શિષ્યોને આવી પ્રાર્થના કરતા શીખવ્યું: “હે સ્વર્ગમાંના અમારા પિતા, તમારું નામ પવિત્ર મનાઓ. તમારું રાજ્ય આવો. જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઇચ્છા પૂરી થાઓ.” (માથ્થી ૬:૯, ૧૦) તો સવાલ થાય કે ઈશ્વરનું રાજ્ય શું છે? એ શું કરે છે? અને આપણે કેમ એ રાજ્ય માટે પ્રાર્થના કરવી જોઈએ?
ઈશ્વરના રાજ્યના રાજા ઈસુ છે.
લુક ૧:૩૧-૩૩: “તું તેનું નામ ઈસુ પાડજે. તે મહાન થશે અને સર્વોચ્ચ ઈશ્વરનો દીકરો કહેવાશે અને યહોવા ઈશ્વર તેના પિતા દાઊદનું રાજ્યાસન તેને આપશે; તે રાજા તરીકે યાકૂબના કુટુંબ પર હંમેશાં રાજ કરશે અને તેના રાજ્યનો કદી અંત નહિ આવે.”
ઈસુના સંદેશાનો મુખ્ય વિષય ઈશ્વરનું રાજ્ય હતો.
માથ્થી ૯:૩૫: “ઈસુ બધાં શહેરોમાં તથા ગામોમાં ગયા અને લોકોનાં સભાસ્થાનોમાં ઉપદેશ આપ્યો; તેમણે રાજ્યની ખુશખબર જણાવી, બધી જાતના રોગ મટાડ્યા અને સર્વ પ્રકારની માંદગી દૂર કરી.”
ઈશ્વરનું રાજ્ય ક્યારે આવશે, એ જાણવા ઈસુએ તેમના શિષ્યોને નિશાની આપી હતી.
માથ્થી ૨૪:૭: “એક દેશ બીજા દેશ સામે થશે અને એક રાજ્ય બીજા રાજ્ય સામે થશે, એક પછી એક જગ્યાએ દુકાળો પડશે અને ધરતીકંપો થશે.”
ઈસુના શિષ્યો આજે દુનિયા ફરતે ઈશ્વરના રાજ્ય વિશે સંદેશો જણાવે છે.
માથ્થી ૨૪:૧૪: “રાજ્યની આ ખુશખબર આખી દુનિયામાં જણાવવામાં આવશે, જેથી બધી પ્રજાઓને સાક્ષી મળે અને પછી જ અંત આવશે.”